અકસ્માતમાં મોતને ભેટેલા નવ યુવાનોની નનામી ઉઠતા ગામ આખું હિબકે ચઢ્યું

ઉત્તરાયણના દિવસે ભૂજના લોરિયા ગામ નજીક અકસ્માતનો ભોગ બનેલા નવ કમનસીબોની આજે તેમના વતનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી. તમામ મૃતકો જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના વતની હતા. આજે સવારે ગામમાંથી એક સાથે નવ નનામી નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું હતું.

તમામ મૃતકો કચ્છના ધોરડોમાં ઉત્તરાયણની ઉજવી કરવા માટે ગયા હતા. સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓ જે કારમાં સવાર હતા તે ઈકો કારનો એક બસ સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચારને હોસ્પિટલ પહોચાડાય તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.

આ ગોઝારી ઘટનામાં મોતને ભેટનારા તમામ મૃતકો માંડ વીસેક વર્ષના હતા. ગામના જવાનજોધ દીકરાના મોતના સમાચારથી આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

આજે મોટા ગુંદાળામાં લોકોએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો, અને સવારથી જ ગામની બજારો જડબેસલાક બંધ રહી હતી.

 

 

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here