કેટલાક લોકો ફૂડી હોય છે. આ લોકોને ખાવા સાથે ખૂબ જ પ્રેમ હોય છે. ખાવાને લઈને ગંભીર ઝઘડા પણ થઈ જાય છે. ઈમેજિન કરો કે આપના કોઈ મિત્રએ ખાવા માટે કંઈક ઓર્ડર કર્યું છે પરંતુ માત્ર પોતાના માટે, તમારા માટે નહી. તો આપને કેવું લાગશે? સીધી વાત છે કે આપને ખોટું જ લાગશે. પરંતુ આ મામલો કેટલો ગંભીર થઈ શકે છે તે તાજેતરમાં જ વાયરલ થયેલા એક વિડીયો પરથી ખ્યાલ આવ્યો છે.
https://twitter.com/MFuturewala/status/1417895323414892549
એક નાનકડા બાળકનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે એ વાતને લઈને નારાજ થયો છે કે કોઈએ તેના માટે બર્ગર ઓર્ડર ન કર્યું. આ વિડીયો એટલો અદભૂત છે કે આપને બાળક પર જરૂર પ્રેમ આવી જશે.
ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ 1 મીનિટ અને 18 સેકન્ડના વિડીયોમાં નાનો બાળક નારાજ દેખાઈ રહ્યો છે કારણ કે તેની બહેને પોતાના માટે બર્ગર ઓર્ડર કર્યું પરંતુ તેના માટે કંઈજ ન મંગાવ્યું. વિડીયોમાં બાળક પોતાની નારાજગી દર્શાવે છે. વિડીયો બનાવનારી છોકરી સતત તેને ચીઢાવતી રહે છે અને તે કહે છે કે તારે ખાવું હોય તો અબ્બા પાસેથી પૈસા લઈ લેવાના.