ભારતમાં હિંદુઓના ધર્માંતરણનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું તેવી પ્રતિત થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના નોઇડા નોએડાથી હવે ધર્માંતરણનો એક નવો મામલો સામે આવ્યો છે. નોઇડા ડેફ સોસાયટીના વિદ્યાર્થી મન્નૂ યાદવને જબરદસ્તી મુસ્લિમ બનાવવાનો આરોપ લખનઉથી પકડાયેલા બે મૌલાના ઉમર ગૌતમ અને મુફ્તી જહાંગીર પર જ લાગ્યો છે. આ આરોપ મન્નૂના ભાઈ અંકિત યાદવે લગાવ્યો છે. અંકિત યાદવનું કહેવું છે કે, આ જ મૌલાનાઓએ મારા ભાઈનું જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મન્નૂના ભાઈ અંકિતે કહ્યું કે, સેક્ટર 14 ના ડમ્બ એન્ડ ડેફ સોસાયટીમાં તેનો ભાઈ મન્નૂ ભણતો હતો, જેને ફરીદાબાદના શકીલ ખાન અને વસીમે ધર્મ પરિવર્તન કરાવીને મુસ્લિમ બનાવ્યો.
નોઇડામાં આ લોકોએ એક હજાર લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું છે જેને લઇને હડકંપ મચી ગયો છે. મંગળવારે યુપીના એડીજી પ્રશાંત કુમારે આ મામલે કહ્યું હતું કે ધર્મ પરિવર્તન થયું હોય તેવા લોકોની સંખ્યા ઘણી વધારે હોઇ શકે છે. આ અંગે યુપી પોલીસ અન્ય રાજ્યોની પોલીસ અને એજન્સીઓના સંપર્કમાં છે. યુપી એટીએસને બળજબરીથી ધર્માંતરણ કરાવવા મામલે જેઓની ધરપકડ કરવામાં આવી છે તે ઉમર ગૌતમ તથા જહાંગીરની પોલીસ કસ્ટડી રિમાન્ડ મળી ગઇ છે. બંનેને એક અઠવાડિયાની રિમાન્ડ માટે એટીએસને સોંપવામાં આવ્યા છે જે દરમ્યાન આરોપીઓ પાસેથી તેમના સાથીદારો અને નેટવર્ક અંગે જાણકારી મેળવવામાં આવશે.
એડીજી લો એન્ડ ઓર્ડર અનુસાર, મૂક-બધિર બાળકો અને મહિલાઓનું મોટાપાયે ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે અને મહિલાઓનું ધર્મપરિવર્તન કરાવીને તેમના લગ્ન પણ કરાવી દેવાયા છે. નોઇડા, કાનપુર, મથુરા અને દેશના અન્ય પ્રદેશોમાં આ રેકેટ કામ કરી રહ્યું છે. પકડાયેલો આરોપી ઉમર ગૌતમ પણ હિંદૂમાંથી મુસ્લિમ બવ્યો છે. ઉમર નવી દિલ્હીમાં ઈસ્લામિક દાવા સેન્ટરના નામથી એક સંસ્થા ચલાવે છે અને આ સંસ્થા દ્વારા ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું છે.
ભારતમાં અત્યારે ધર્માંતરણને કોઈ કાયદો નથી. પરંતુ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, હવે જબરદસ્તી ધર્માંતરણને લઈને કાયદો બનાવવો જોઈએ. ત્યારે વીએચપીએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, તેઓ ધર્માંતરણ અંગે કડક કાયદો બનાવે અને તેને સત્વરે લાગુ કરે. વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે, જેવી રીતે ધર્માંતરણના બનાવો વધી રહ્યા છે તેનાથી એક વાત સાફ થાય છે કે આ પ્રવૃત્તિ આખા દેશમાં ચાલી રહી હશે. આ પ્રવૃત્તિ માટે આ લોકોને વિદેશથી ફંડિંગ મળી રહ્યું છે. તેઓએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ સમુદાયનો એક મોટો વર્ગ આવી પ્રવૃતિઓનું સમર્થન કરે છે.