મસાજ પાર્લરમાં જાઓ ત્યારે ધ્યાન રાખજો, ક્યાંક આવો દાવ ન થઈ જાય…

અમદાવાદ: આજકાલ અનેક શહેરોમાં ઠેરઠેર મસાજ પાર્લરો ખૂલી ગયા છે. જેમાં કેટલાક મસાજ પાર્લરોમાં તો મસાજના નામે માત્ર ગોરખધંધા જ ચાલે છે. જોકે, આવા પાર્લરમાં જવાના શોખીનોની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી. સ્વાભાવિક છે, એટલે જ તો અમદાવાદ હોય કે ગુજરાતનું બીજું કોઈ શહેર, બધેય મસાજ પાર્લરોનો રાફડો ફાટ્યો છે.

આ મસાજ પાર્લરોનું ખાસ આકર્ષણ હોય છે તેમાં નોકરી કરતી મસાજ ગર્લ્સ. આ મસાજ ગર્લ્સ લોકલ નહીં, પરંતુ બહારની હોય છે. આમ તો મોટાભાગની મસાજ ગર્લ્સ નોર્થ ઈસ્ટમાંથી આવતી હોય છે. જોકે, તેમને મસાજ કરવાની જાણકારી તો ભાગ્યે જ હોય છે. તેઓ માત્ર મોજમજા ખાતર આવતા કસ્ટમર્સનું મનોરંજન કરીને કમાણી કરતી રહે છે.

ભલે પાર્લરમાં જનારા લોકો છોકરીઓને જોઈને જ જતા હોય, પરંતુ હાલમાં જ એક એવી વાત બહાર આવી છે કે જે જાણીને મસાજ પાર્લરમાં જઈ મોજમજા કરતા લોકોના પગ નીચેથી જમીન સરકી જાય. બે-ત્રણ દિવસ પહેલા જ રાજકોટમાં ચાલતા મસાજ પાર્લરો પર પોલીસે રેડ પાડી હતી, અને 45 જેટલી વિદેશી છોકરીઓની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ કરી તો જે સત્ય બહાર આવ્યું તેનાથી પોલીસ પોતે પણ ચોંકી ગઈ હતી.

મસાજ પાર્લરમાં કામ કરતી આ રુપકડી છોકરીઓના પોલીસે જ્યારે પાસપોર્ટ તપાસ્યા ત્યારે પાંચ જેટલી છોકરીઓના પાસપોર્ટમાં જાતિ પુરુષ દર્શાવાઈ હતી. મતલબ કે, આ મસાર્જ ગર્લ્સ ખરેખરમાં તો પુરુષ હતી, પરંતુ તેમને જોઈને કોઈ કલ્પના ન કરી શકે કે તે સ્ત્રી નહીં, પરંતુ પુરુષ છે. પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પુરુષો લિંગ પરિવર્તન કરાવીને સ્ત્રી બન્યા હતા.

આમ તો મસાજ પાર્લરમાં કામ કરતી મોટાભાગની છોકરીઓ થાઈલેન્ડની હોય છે, અને તે ટુરિસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી મસાજ પાર્લરોમાં કામ કરી તગડી કમાણી કરતી હોય છે. જોકે, છોકરીઓ જેવી દેખાતી કેટલીક છોકરીઓ પુરુષ પણ હોય છે તેવું કદાચ પહેલીવાર બહાર આવ્યું છે.

જે લોકો થાઈલેન્ડ ગયા હશે તેમને ‘લેડી બોય’ વિશે ચોક્કસ ખબર હશે. પહેલી નજરે જોઈને કોઈની પણ આંખો દગો ખાઈ જાય તેવી સુંદર દેખાતી આ છોકરીઓ ખરેખર તો પુરુષ હોય છે, પરંતુ તેમણે લિંગ પરિવર્તન કરાવ્યું હોય છે. સેક્સ ઈન્ડસ્ટ્રી માટે બદનામ થાઈલેન્ડમાં તો લેડી બોય સેક્સ વર્કર તરીકે પણ કામ કરતા હોય છે, અને તેમની જ ડિમાન્ડ કરનારા શોખીનોની સંખ્યા પણ નાનીસૂની નથી.

હવે કલ્પના કરો કે કોઈ મસાજ પાર્લરમાં તમે જેને છોકરી સમજી રહ્યા છો તે ખરેખર પુરુષ છે તે જાણ્યા પછી તમને કેવો આંચકો લાગશે? સલાહભર્યું તો એ જ છે કે આવા મસાજ પાર્લરોમાં જવાનું ટાળવું. કારણકે, અહીં મસાજ નહીં, પરંતુ તેના નામે માત્ર ગોરખધંધા ચાલતા હોય છે. મસાજ પાર્લરની કોઈ મસાજ ગર્લ સાથે ઈન્ટિમેટ થવાનું પણ તમને ભારે પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top