ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી ડોમિનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ અને બારબુડા પહોચી ગયો છે. ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશના આરોપમાં તે 52 દિવસ સુધી ત્યા કસ્ટડીમાં રહ્યો હતો. એન્ટીગુઆ અને બારબુડા પહોચ્યા બાદ મેહુલ ચોક્સીએ કહ્યુ કે તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ભારત પરત ફરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો, પરંતુ ભારતીય એજન્સી દ્વારા કિડનેપિંગ બાદ તે ભારતમાં પોતાની સુરક્ષા વિશે આશંકિત છે. મહત્વપૂર્ણ છે કે ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે, તેને ત્યાની નાગરિકતા પણ લીધી છે.
પોતાના વકીલ વિજય અગ્રવાલ દ્વારા એક ઓડિયો મેસેજમાં મેહુલ ચોક્સીએ કહ્યુ- હું ઘરે પરત આવી ગયો છું પરંતુ આટલી યાતનાએ મારા મગજ અને મારા શરીર જ નહી પણ મારી આત્મા સુધી નિશાન છોડ્યા છે. હું ક્યારેય વિચારી પણ નથી શકતો કે મમારો તમામ બિઝનેસ બંધ કરીને અને મારી તમામ સંપત્તિઓ જપ્ત કર્યા બાદ ભારતીય એજન્સી મારા અપહરણનો પ્રયાસ કરી શકે છે. મે ક્યારેય નહતુ વિચાર્યુ કે ભારતીય અધિકારી અપહરણ કરશે.
ડોમિનિકા હાઇકોર્ટ દ્વારા સોમવારે સારવાર માટે એન્ટીગુઆ પરત ફરવાની પરવાનગી બાદ કહ્યુ કે તે એન્ટીગુઆમાં પોતાના કાયદાકીય અધિકારોના પ્રયોગ કરી રહ્યા હતા જ્યારે કથિત અપહરણ થયુ હતું. મેહુલ ચોક્સીએ કહ્યુ, આ સિવાય, મે કેટલીક વખત કહ્યુ છે કે મારા ખરાબ સ્વાસ્થ્યને કારણે હું યાત્રા કરવામાં સક્ષમ નથી અને ભારતીય એજન્સી અહી આવીને મારી પૂછપરછ કરી લે પરંતુ આ અમાનવીય અપહરણની મને ક્યારેય આશા નહતી.
મહત્વપૂર્ણ છે કે મેહુલ ચોક્સી રહસ્યમય રીતે એન્ટીગુઆથી લાપતા થયો હતો અને તે બીજા દિવસે 200 કિમી દૂર ડોમિનિકામાં મળ્યો હતો, જે બાદ તેના પરિવારે આરોપ લગાવ્યો કે તેણે ભારતે એન્ટીગુઆના અધિકારીઓની મદદથી અપહરણ કર્યુ છે.
એન્ટીગુઆ ન્યૂઝ રૂમના સમાચાર અનુસાર, કોર્ટે 10 હજાર ઇસ્ટર્ન કેરેબિયન ડોલર (આશરે પોણા ત્રણ લાખ રૂપિયા) જામીન રકમના રૂપમાં આપ્યા બાદ ચોક્સીને એન્ટીગુઆ જવાની પરવાનગી આપી હતી. તે ચાર્ટર્ડ વિમાન દ્વારા એન્ટીગુઆથી બારબુડા રવાના થયો હતો. તે ડૉક્ટર દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યા બાદ ફરી ડોમિનિકા પરત ફર્યો હતો અને કેસનો સામનો કરશે.
એન્ટીગુઆ અને બારબુડાના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એરપોર્ટ પર તેની સાથે મુલાકાત કરી હતી. તે જ્યારે પરત ફર્યો ત્યારે તે સમયે વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ચાલી રહી હતી અને તેના પરત આવવાની સૂચના કેબિનેટને આપવામાં આવી હતી.