20 હજારથી પણ ઓછી કિંમતમાં iPhone ખરીદવાની તક

જો તમે નાની સ્ક્રીન વાળો iPhone ખરીદવા માગતા હોવ તો તમે iPhone SE પર વિચાર કરી શકો છો. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમઝોન આ ફોન પર ફ્લેટ 8,100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ રીતે 26,000 રૂપિયાના આ ફોનને તમે માત્ર 17,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સ્માર્ટફોન પર 15,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. આ સાથે ઈએમઆઈ પર ખરીદવો હોય તો આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ હોલ્ડરને 1,500 રૂપિયાની કેશબેક ઓફર પણ મળી રહી છે. આ ફોન માટે ઈએમઆઈ 836 રૂપિયા પ્રતિ મહિને શરૂ થઈ રહ્યો છે.

એપલ iPhone SE iOS 10 સાથે આવે છે, જેને બાદમાં iOS 11 પર અપગ્રેડ કરી શકાય છે. આ સ્માર્ટફોનમાં 4 ઇંચનું ડિસ્પ્લે છે, જેમાં 1136X640 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. iPhone SEમાં 2GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. તેમાં 12 MPનું રિયર અને 1.2 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તેના ડિસ્પ્લેના સેન્ટરમાં ટચઆઈડી પણ આપવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવ્યા બાદ એપલે હાલમાં ભારતમાં પોતાના iPhone મોડલની કિંમતો વધારી છે. જોકે iPhone SE પર આ વધારાની કોઈ અસર નહિ પડે, કારણ કે આ સ્માર્ટફોનને ભારતમાં જ બનાવવામાં આવી રહ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button