ધખધખતો જ્વાળામુખી જોવા ગયેલા આ વૃદ્ધ સાથે થયું એવું… જાણીને આંખો પહોળી થઇ જશે!

હિલો નામના 75 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ હવાઈમાં આવેલો ‘કિલાઉ જ્વાળામુખી’ જોવા માટે ગયા હતા. પરંતુ જ્યા પહોંચ્યા પછી તેમની સાથે જે બન્યું તે જાણીને કોઈને પણ આઘાત પહોંચી શકે છે. વૃદ્ધ જ્વાળામુખી જોવા માટે નીકળ્યા પછી તેમના પરિવાર પાસે ક્યારેય પાછા ફર્યા નહીં. તેઓ ઘરેથી જ્વાળામુખી જોવા નીકળ્યા હતા પણ પછી જયારે ઘરે પાછા ન આવ્યા ત્યારે તેમના સંબંધીઓએ આ બાબતની માહિતી નેશનલ પાર્ક સર્વિસને આપી.

આ માહિતી મળતા જ રેન્જર્સ અને ફાયર બ્રિગેડના જવાનોએ આ વૃદ્ધ વ્યક્તિને શોધવાનું શરુ કર્યું. તેમણે આ વૃદ્ધને 100 ફૂટ ઊંડા ખાડામાં (જ્વાળામુખીનો ઉપરનો ભાગ)માં જોયા. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે કિલાઉ જ્વાળામુખીને જોતી વખતે તેઓ નીચે પડી ગયા હતા. કિલાઉ જ્વાળામુખી એ હવાઇયન ટાપુઓ પરના પાંચ સૌથી સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. આ લોકો માટે જોવા માટે ખુલ્લી જગ્યા છે અને લોકો તેને જોવા પણ આવે છે. પરંતુ અહીં હાજર અધિકારીઓ સતત કહે છે કે જે કોઈ જ્વાળામુખી જોવા આવી રહ્યું છે, તે માત્ર નિશ્ચિત જગ્યાએ જ રહે, જેથી કોઈ અકસ્માત ન થાય.

અહેવાલો અનુસાર, હિલો નામના આ વૃદ્ધ રવિવારે હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્ક ગયા હતા. પરંતુ તે સોમવાર સુધી ઘરે પરત આવ્યા નહીં, ત્યારે તેમના પરિવારજનોને તેમની ચિંતા થઇ આવી. જ્યારે અહીં હાજર રેન્જર્સ અને ફાયર બ્રિગેડના સ્ટાફે તેમની શોધખોળ શરૂ કરી હતી. આ પછી તેનો મૃતદેહ ખાડાની અંદરથી મળી આવ્યો હતો. તેમના મૃતદેહને કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી.

સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો. આ જ્વાળામુખી 29 સપ્ટેમ્બર 2021ના રોજ ફાટી નીકળ્યો હતો. જો કે અગાઉ પણ આ સ્થળે અકસ્માતો થયા છે. આ પહેલા પણ વર્ષ 2019માં એક 32 વર્ષીય વ્યક્તિ આ જ્વાળામુખીને જોતા 70 ફૂટ નીચે પડી ગયો હતો. જયારે વર્ષ 2017માં, 38 વર્ષના એક વ્યકતિએ આ જ્વાળામુખી પાસે કૂદીને આત્મહત્યા કરી હતી. આ વ્યક્તિની લાશ 250 ફૂટ નીચેથી મળી આવી હતી. કિલાઉ જ્વાળામુખી હવાઈના 5 જ્વાળામુખીમાંથી સૌથી વધુ સક્રિય છે.

Scroll to Top