કોરોના સંકટ સામે અત્યારે દુનિયા આખી ઝઝુમી રહી છે. તો બીજીતરફ બ્રિટનમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાને લઈને સતત અલગ અલગ પરિક્ષણો કરવામાં આવતા હોય છે, અલગ અલગ રિસર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં જ ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા એક ડેટા તૈયાર કરાયો છે. ઐ વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં જાણ્યું છે કે, જે વ્યક્તિ એકવાર કોરોના સંક્રમિત થઈ જાય તેને બીજીવાર કોરોના થવાનું સંકટ ઓછું છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સર્વે એટલા માટે પ્રકાશિત કરવામાં જેથી કોરોના સંક્રમણના સંકટ પર નજર રાખી શકાય અને બીજીવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહેલા લોકોની સ્થિતિ જાણી શકાય. વર્તમાન સમયમાં પ્રાપ્ત ડેટા અનુસાર SARS-CoV-2 થી બીજીવાર સંક્રમિત થવાનું સંકટ ઓછું છે.30 મે 2021 સુધી બ્રિટનમાં 15,93 લોકો બીજીવાર કોરોના સંક્રમિત થયા, જ્યારે ઈંગ્લેન્ડમાં 40 લાખ કોરોના સંક્રમણના કેસ નોંધવામાં આવ્યા છે. અત્યારે આ આંકડાઓ પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો ખ્યાલ આવે તો માત્ર 0.4 ટકા મામલાઓમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિ બીજીવાર કોરોના સંક્રમણનો શિકાર થઈ શકે છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કોવિડ-19 સ્ટ્રેટેજિક ડાયરેક્ટર ડોક્ટર સુસાન હોપકિંસ અનુસાર કોરોના સંક્રમણનો એકવાર શિકાર બની ગયેલા લોકો જાણવા ઈચ્છતા હતા કે શું કોરોનાનું સંક્રમણ બીજીવાર થઈ શકે શકે કે નહી. ત્યારે આ મામલે પ્રાપ્ત ડેટા કહે છે કે, એકવાર કોરોના સંક્રમણ થયા બાદ બીજીવાર કોરોના થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે.