ભારત માં મંદિર ની કોઈ કમી નથી કોઈ ગણતરી નથિ કેમ કે આપણો દેશ જ આધ્યાત્મિકતા અને સંપ્રદાયિકતા નું પ્રતીક છે.હજારો સંપ્રદાયો ભારત માં આવેલા છે અને તેનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આ જે તમને વાત કરીશુ દેવો ના દેવ મહાદેવ ના એક અનોખા રહસ્યમય મંદિર વિશે જે મંદિર માં ભગવાન ભોળાનાથ ને વિશેષ ભોગ સિગારેટ નો ભોગ આપવા માં આવે છે અને ભગવાન એ ગ્રહણ પણ કરે છે.
કહેવાય છે કે ભગવાન ભોળા નાથ ના ઘણા ભક્તો છે અને ભગવાન એ ભક્તો ની સાર સંભાળ પણ રાખે છે ભગવાન ભોળા નાથ ના એવા ભક્તો પણ જોયા હશે જેમને મહાદેવ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી ભગવાન શિવ નો મહિમા જ અપરંમપાર ભક્તિ જ સુજે છે.જેને શિવ રંગ લાગ્યો એ શિવ ભક્તિ માં જ લિન થઈ જાય છે. તો તમે સાંભળ્યું હશે કે ભગવાન ને ભાગ પ્રિય છે ધનતુરો ભગવાન ને ફૂલ તરીકે ચડે છે. ચિલમ પણ ભગવાન ને અર્પણ કરે છે. ક્યારેય સિગારેટ નો ભોગ અર્પણ કરે છે જોયું છે તમે.અદભૂત છે આ મંદિર એવા કેટલાક મંદિરો વિશે તમે જરુર સાંભળ્યું હશે કે જ્યાં ભગવાન ને સાવ અલગ જ પ્રકારનો ભોગ કે ભેટ ચઢાવાય છે.
મોટાભાગે તેની પાછળ કોઈ માન્યતા કામ કરતી હોય છે. આવું જ એક મંદિર છે દેવાના દેવ મહાદેવનું. આમ તો મહાદેવને ભાંગથી લઈને ધતુરો અને ચિલમ સુધીની તમામ વસ્તુઓ ધરાવાય છે. પરંતુ એક મંદિર એવું પણ છે જ્યાં તેમને સિગારેટ ભોગ તરીકે ચઢે છે અને આ સિગારેટ સ્વયં ભગવાન શંકર પીવે પણ છે.
સિગારેટ ધરાવતા જ નિકળવા લાગે છે ધુમાડો.
હવે તમે કહેશો કે આવું થોડું શક્ય બને. પરંતુ વિજ્ઞાન પણ ન સમજી શકે તેવું હિમાચલ પ્રદેશના આ મંદિરમાં ઘટી રહ્યુ છે. જ્યાં શિવજીને સિગારેટ પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે અને તેઓ સિગારેટ પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે અને તેઓ સિગારેટ પીવે પણ છે. સિગારેટ ધરાવતાં તરત જ અંદરથી ધુમાડો નીકળવા લાગે છે. આ મંદિર હિમાચલ પ્રદેશના ઉર્કી સોલન જિલ્લામાં આવેલું છે.ભગવાન શંકરનું આ મંદિર લુટરુ મહાદેવ મંદિરના નામે પ્રસિદ્ધ છે.
અહીં આવતા ભક્તો ભગવાન શંકરને ફૂલ અને પ્રસાદની સાથે સિગારેટપણ ચઢાવે છે. અહીં આવતા ભક્તો સેંકડો વર્ષોથી શિવલિંગને સિગારેટ ધરે છે. તેમજ સિગારેટ પિતા મહાદેવના દર્શન માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. કેટલાક આને ચમત્કાર માને છે તો કેટલાક લોકો અંધવિશ્વાસ પણ સાચું કારણ હજુ સુધી કોઈને ખબર નથી.
સિગારેટ પીતા શંકરનો વીડિયો પણ બનાવે છે લોકો.
આ ઘટનાને ચમત્કાર એટલા માટે ગણવામાં આવે છે કે ભગવાનને સિગારેટ ધરાવ્યા બાદ કોઇ સળગાવતું ન હોવા છતા આ સિગારેટમાંથી આપમેળે જ અંદરથી ધુમાડો નીકળવાનો શરૂ થઈ જાય છે. જેથી ભક્તોને આસ્થા છે કે આ સિગારેટ ખૂદ ભગવાન શંકર પી રહ્યા છે. અહીં દર્શને આવતા લોકો આ દ્રશ્યનો વીડિયો પણ ઉતારે છે. મહાદેવના આ મંદિરમાં વિવિધ જગ્યાએ ખાડા છે, જેમાં ભક્તો સિગારે મૂકે છે.
રાજને સપનામાં આવી મહાદેવે કહ્યું હતું મંદિર બાંધવા.
ઈસ. 1621માંબાઘલરાજવંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે, રાજાને એક દિવસ ભગવાન શિવે સપનામાં આવીને દર્શન આપ્યાં હતાં અને અહીં મંદિરનું નિર્માણ કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાજાએ અહીં મહાદેવનું મંદિર બનાવડાવ્યું હતું.