ભારત સરકાર તરફથી 827 પોર્ન વેબસાઇટ બેન કરી દેવાનો નિર્ણય આ વેબસાઇટના યુઝર્સ અને નેટ ન્યૂટ્રેલિટીના પક્ષધરોને ગમ્યો નથી. આ નિર્ણયનો વિરોધ કરવામાં એ લોકો સૌથી આગળ છે જેમણે આ વેબસાઇટ્સની વાર્ષિક મેમ્બરશિપ ખરીદેલી છે. જોકે પોર્ન વેબસાઇટ્સની ટોપની કંપનીઓ દ્વારા પોતાના ગ્રાહકો માટે ખાસ કેટલાક પગલા લેવામાં આવ્યા છે જેથી તેમને નિરાશ થવું ન પડે. અમેરિકા અને બ્રિટન પછી ત્રીજો સૌથી મોટો કસ્ટમર બેઝ ભારતમાં ધરાવતી પોર્ન હબ જેવી વેબસાઇટે એક નવી મિરર વેબસાઇટ બનાવી છે. તો બીજી આવી એક વેબસાઇટ પોતાના યુઝર્સને તેમની મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપી રહી છે.
તો બીજી તરફ મોબાઇલ ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપની જિયો અને એરટેલ, વોડાફોને પણ પોતાના નેટવર્ક પર આવી પોર્ન વેબસાઇટ બંધ કરી દેતા કંપનીઓના કસ્ટમર કેર પર એકધારા ફરિયાદ અંગેના ફોન વધી ગયા છે. આ લોકોએ ટ્વિટર પર #pornban દ્વારા પોતાનો મુદ્દો ટ્રેંડિંગ બનાવ્યો છે. યુઝર્સનું કહેવું છે કે ભારતમાં લેવામાં આવેલ આ પગલું નેટ ન્યૂટ્રેલિટીની વિરુદ્ધનું છે.
યૂઝર્સનું કહેવું છે કે સરકાર ચાઇલ્ડ પોર્ન, રેપ પોર્ન, BDSM જેવી વસ્તુઓ વિરુદ્ધ પગલા ભરવાની જગ્યાએ જે વેબસાઇટ પર બિનહાનિકારક પોર્ન આપવામાં આવે છે તેની પણ કનડગત કરે છે. આ મામલે પોર્ન હબના વાઇસ પ્રેસિડેન્ટ કોરી પ્રાઇસનું નિવેદન પણ સામે આવ્યું છે. ફક્ત પોર્ન હબ જેવી મોટી સાઇટ્સ જે ખરેખર તો સુરક્ષીત છે તેને બેન કરવામાં આવી છે. જ્યારે આલતુફાલતુ નાની વેબસાઇટ્સ જેના પર ગેરકાયદે કન્ટેન્ટ છે અને વાયરસથી લઈને માલવેરનો ખરતો છે તેને બ્લોક કરવામાં નથી આવી.
તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારતમાં પોર્નોગ્રાફી અને એડલ્ટ કન્ટેન્ટ પોતાના વ્યક્તિગત સ્પેસમાં જોવા માટે કોઈ કાયદો નથી. ભારત સરકાર ફક્ત પોતાના માટે અમારી વેબસાઇટને બલીનો બકરો બનાવી રહી છે.’ જ્યારે આ અંગે મદ્રાસ હાઈકોર્ટના વકીલ પી.કે. રાજગોપાલ કહે છે કે એક પરિપક્વ લોકતંત્રમાં આ નિર્ણય દર્શકો પર છોડી દેવો જોઈએ. ચાઇલ્ડ પોર્ન અને હિંસક કન્ટેન્ટ બેન કરવું યોગ્ય છે પરંતુ સમગ્ર રીતે ન્યુડિટી અને પોર્ન પર બેન એક મોરલ પોલિસિંગ છે. સંવિધાનની દ્રષ્ટીએ પણ આ વ્યક્તિની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાઇટ ટૂ કંઝમ્પશન અનુચ્છેદ 19 નો ભંગ છે.
જોકે પોર્ન સાઇટ પર લાગેલ આ બેનના સમર્થનમાં પણ કેટલાક લોકો આગળ આવ્યા છે. આવા લોકો એવી સ્ટડીઝનો આધાર લઈ રહ્યા છે જેમાં પોર્ન અને મહિલાઓ વિરુદ્ધના અપરાધ વચ્ચે સીધો સંબંધ હોવાનું કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ વકીલ એ. સિરાજુદ્દીનનું કહેવું છે કે, ‘ઘણી એવી સ્ડીઝ ઉપલબ્ધ છે જેમાં સાબિત થયું છે કે પોર્નની લત મહિલાઓ વિરુદ્ધ જાતિય હિંસાને પ્રેરિત કરે છે. સરકારે જે પગલું ઉઠાવ્યું છે તે લોક હિત માટે છે. જ્યારે નેટ ન્યૂટ્રાલિટી અંગે તેમણે કહ્યું કે પૂર્ણ તટસ્થતા અને પૂર્ણ આઝાદી સંભવ જ નથી. દેશ અને કાયદાની દ્રષ્ટીએ કોઈ વસ્તુ ગંભીર જણાય તો તેના પર સરકાર બેન લગાવી શકે છે.’