ArticleGujaratIndiaNews

સ્ટેચ્યુ ઓફ યુનિટી: આ 93 વર્ષીય વ્યક્તિએ તૈયાર કર્યું વિશ્વનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ

માત્ર 5 ફૂટ 8 ઈંચની હાઈટ ધરાવતા રામ વાનજી સુતર નામના 93 વર્ષીય વ્યક્તિએ 597 ફૂટની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તૈયાર કરી છે. 31મી ઓક્ટોબરના રોજ આ પ્રતિમાનું દેશના વડાપ્રધાન હસ્તક અનાવરણ કરવામાં આવશે. સરદારની આ પ્રતિમા તૈયાર કરનાર રામ વાનજી સુતરે એક ગરીબ સુથાર તરીકે તેમની આ સફરની શરૂઆત કરી હતી અને ત્યાંથી તેઓ એક શિલ્પકૃતિ તૈયાર કરનાર કલાકાર બન્યા, તેમની આ સફર ખરા અર્થમાં આકર્ષક છે.

બાળપણમાં પેન્સિલ લઈને રૂમમાં સ્કેચ તૈયાર કરતા હતા

સરદારની પ્રતિમા તૈયાર કરનાર રામ જણાવે છે કે તેમણે હંમેશા એક શિલ્પકલા આર્ટિસ્ટ બનાવવાનું સ્વપ્ન જોયું હતું. તેમનો જન્મ વર્ષ 1925માં મહારાષ્ટ્રના ધૂલેમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ દરરોજ હાથમાં પેન્સિલ લઈને રૂમમાં સ્કેચ તૈયાર કરતા હતા. માત્ર રૂમ પૂરતા મર્યાદિત નહીં રહેતા તેઓ પત્થર પર આંગળી દ્વારા અને રસ્તા પર કાંકરા વડે ચિત્રો તૈયાર કરતા હતા.

સોનાની ચકલીએ સપનામાં આવીને શિલ્પકાર બનવાનું કહ્યું

તેઓ શાળાકીય દિવસ દરમિયાન ભણવા નહોતા જતા અને તેમણે તે દરમિયાન મોટાભાગનો સમય પક્ષીઓને દાણા નાખવામાં પસાર કર્યો. એક દિવસ એક સોનાની ચકલી તેમના સ્વપ્નમાં આવી અને તેમને તેમના શિલ્પકળાના શોખ તરફ આગળ વધવાનું કહ્યું. આખરે તેમણે મુંબઈ સ્થિત જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ વર્ષ 1959માં દિલ્હી આવ્યા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં નોકરી શરૂ કરી. પણ, તેમણે તરત જ આ નોકરી છોડી દીધી અને ફ્રીલાન્સ શિલ્પકાર્ય શરૂ કર્યું.

મહાત્મા ગાંધી હંમેશા તેમના પ્રિય આદર્શ રહ્યા છે

મહાત્મા ગાંધી હંમેશા તેમના પ્રિય આદર્શ રહ્યા છે. તેમણે તૈયાર કરેલી પ્રતિમા રશિયા, ઈંગલેન્ડ, મલેશિયા, ફ્રાન્સ, ઈટાલી વગેરે સ્થળોએ જોવા મળે છે. તેઓ નહેરુ, ઈન્દિરા ગાંધી, સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ, મૌલાના આઝાદ, મહારાજ રણજીત સિંઘ, શહીદ ભગત સિંહ જેવા મહાપુરુષોની પ્રતિમા બનાવી ચૂક્યા છે. તેઓ માર્બલ અને પત્થરનો ઉપયોગ કરીને આ મૂર્તિઓને આકાર આપે છે. આ સિવાય દેશના વિવિધ શહેરો જેવા કે નોઈડા, લખનઉ, રાષ્ટ્રપતિ ભવન અને અમૃતસરમાં શિલ્પકલા તૈયાર કરી ચૂક્યા છે. તેઓ હાલ પરમવીર ચક્ર વિજેતાની પ્રતિમા તૈયાર કરી રહ્યા છે જે ટૂંકમાં જ ઈન્ડિયા ગેટ સ્થિત નેશનલ વોર મેમોરિયલ પર મૂકવામાં આવશે.

પદ્મશ્રી અને પદ્મભૂષણ વિજેતા છે રામ વાનજી સુતાર

તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા તેમના નોઈડા સ્થિત સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવી છે. આ સાથે તેમનો પુત્ર પણ તેમની સાથે આ વ્યવસાયમાં જ સંકળાયેલો છે. હાલ તે છત્રપતિ શિવાજીની પ્રતિમા પર કાર્યરત છે. રામ વાનજી સુતરને વર્ષ 1999માં પદ્મશ્રી અને વર્ષ 2016માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ એક શિલ્પ તૈયાર કરતા દિવસના સાત કલાકનો સમય ફાળવે છે. આ ઉંમરે પણ આાટલી ઝડપથી કાર્ય કરવા પાછળ તેઓ યોગાનો હાથ જણાવે છે. અને હજુ પણ તેઓ આ રીતે સ્ફૂર્તિથી કામ કરવા તત્પર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker