કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ગુરૂવારે કહ્યું કે, મોદી સરકાર પોતાના રાજકોષિય સંકટમાંથી બહાર આવવા માટે ભારતીય રિઝર્વ બેન્કને પોતાની મુઠ્ઠામાં કરવાનો પ્રયાસ કરી રહી છે. ચિદમ્બરમ ચેતવતા કહ્યું કે, આ રીતના પ્રયાસથી ભારે મુસીબત ઉભી થઈ શકે છે.
તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે કેન્દ્રીય બેન્કના નિર્દેશક મંડલમાં પોતાના પસંદગીના લોકોને ભરી દીધા છે. સરકારનો પ્રયાસ છે કે, 19 સપ્ટેમ્બરે યોજાનારી આરબીઆઈ નિર્દેશક મંડળની બેઠકમાં તેમના પ્રસ્તાવને મંજૂર કરી દેવામાં આવે.
પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે કહ્યું કે, સરકાર સામે રાજકોષિય ખાદ્યનું સંકટ ઉભુ થઈ ગયું છે. તે આ ચૂંટણી વર્ષમાં ખર્ચ વધારવા માંગે છે. તમામ રસ્તા બંધ દેખ્યા બાદ હતાસામાં સરકારે આરબીઆઈના આરક્ષિત કોષમાંથી એક લાખ કરોડ રૂપિયાની માંગ કરી છે.
તેમણે દાવો કર્યો છે કે, જો આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ પોતાના વલણ પર અડગ રહે છે તો, કેન્દ્ર સરકારની યોજના આરબીઆઈ કાયદા 1934ની કલમ-7 હેઠળ દિશા-નિર્દેશ જાહેર કરવાની છે. સરકાર કેન્દ્રીય બેન્કોને એક લાખ કરોડ રૂપિયા સરકારના ખાતામાં ટ્રાંસફર કરવાનો નિર્દેશ આપી શકે છે.
ચિદમ્બરમે કહ્યું કે, આ સમયે આરબીઆઈ નિર્દેશક મંડળની 19 નવેમ્બરની બેઠક ખુબ મહત્વપૂર્ણ થઈ ગઈ છે. આમાં કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, જો આરબીઆઈ સરકાર કરતા અલગ નિર્ણય કરે છે અથવા આરબીઆઈ ગવર્નર રાજીનામું આપે તો ભારે મુશ્કેલી ઉભી થઈ શકે છે.