અમદાવાદ : ગુજરાતમાં 2015થી પાટીદાર સમાજ ઓબીસી અનામતની માંગને લઈને આંદોલન કરી રહ્યો છે જેમાં હાર્દિક પટેલની આગેવાનીમાં “પાટીદાર અનામત આંદોલન સમિતિ” આંદોલનનું નેતૃત્વ કરતી આવી છે.પોલીસ દમન બાદ પાટીદાર સમાજ ભાજપ પ્રત્યે નારાજ થયો અને 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણી સીટ ગુમાવવાનો વારો આવ્યો.
ભાજપના આનંદીબેન પટેલ,હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અનેક દિગ્ગ્જ નેતાઓ કહી ચુક્યા છે કે પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું કોંગ્રેસનું કાવતરું છે. હવે જાણીએ કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે કે પછી આંદોલન કોંગ્રેસના માણસો જ ચલાવી રહ્યા છે.
25 ઓગસ્ટ પહેલા વિસનગર રેલીમાં થયેલ હિંસા બાદ SPGના લાલજીભાઈ પટેલે હાર્દિકને કાઢી મુક્યો અને ત્યારબાદ નવી સમિતિ બની “પાટીદાર અનામત આંદોલન સમિતિ”. તેમાં મોટા ભાગના કન્વીનરો અને હોદ્દેદારો કોંગ્રેસના માણસો જ છે એ પાટીદાર સમાજ જાણે છે.ઘણા કન્વીનરો એ 2017 વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ લેવા માટે લાળ ટપકાવી અને લલિત વસોયા જેવા કોંગ્રેસી પાસ કન્વીનરો ને ટિકિટ મળી અને રાજકારણ કરીને સમાજનો લાભ ઉઠાવી ગયા. આવા ઘણા કન્વીનરો ટિકિટ લેવા માટે લાઈનમાં હતા જેમાંના એક હતા ગીતા પટેલ કે જેઓ પોતાને મહિલા આગેવાન માની રહ્યા છે.
પાટીદાર આંદોલનમાં મહિલા આગેવાન તરીકે રેશ્મા પટેલ સમાજમાં લોકપ્રિય હતા જે હાર્દિક પટેલને ન ગમ્યું અને તેણે રેશ્મા પટેલને સાઈડલાઈન કરી રાજકારણ કરવા આંદોલનમાં આવેલા ગીતા પટેલને કન્વીનર બનાવી દીધા.
આપણે જણાવી દઈએ કે “પાસ” ના નામે અને સમાજના નામે સભાઓમાં સ્ટેજ પરથી મોટી મોટી વાતો કરવાવાળા અને સતાધારી ભાજપ પર આરોપો મુકવાવાળા ગીતા પટેલ ભલે પોતાને બિનરાજકીય કહેતા હોય પણ તેઓ 2017 વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વની વટવા બેઠક પરથી ઉમેદવારી નોંચવી ચુક્યા છે પણ કમનસીબે કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અને મેન્ડેટ જ ન મળ્યું જેથી ચૂંટણી અધિકારીએ ઉમેદવારી રદ્દ કરી અને તેઓ ચૂંટણી લડી શક્યા નહી. આ ઉપરાંત ગીતા પટેલ એક જાણીતી ન્યુઝ ચેનલની ડીબેટમાં રેશ્મા પટેલની સામે સ્વીકારી ચુક્યા છે કે તેમને ધ્રાંગધ્રામાં પણ કોંગ્રેસ તરફથી ટિકિટની માંગ કરી હતી.
જુઓ ચૂંટણી અધિકારીએ રજુ કરેલ ઉમેદવારોનું લિસ્ટ:
…………………………………………
………………………………………….
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જયારે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે પાસ કન્વીનરો ને ટિકિટ ન મળી એટલે મોડી રાતે પાસ કન્વીનર દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસ પ્રમુખના ઘરે દોડી ગયા હતા અને ટિકિટ વહેંચણી મુદ્દે બબાલ કરી હતી. આ બધૂ જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે પાસ અને હાર્દિક પટેલ અનામત નહીં પણ પોતાના રાજકીય રોટલા શેકવા આંદોલન કરી રહ્યા છે અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
હવે વાત કરીએ હાલની પરિસ્થિતિની:
પાટીદારોને ઓબીસી અનામતની માંગને લઈને હાર્દિક પટેલ 13 દિવસથી ઉપવાસ પર બેઠા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ અને દેશના અનેક દિગ્ગ્જ નેતાઓ હાર્દિકને મળવા આવ્યા પરંતુ એક પણ નેતાએ અનામતના “અ” ની પણ વાત ન કરી. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે ઓબીસી મળી શકે તેમ નથી પરંતુ કોંગ્રસ જાહેરમાં ભજપને કેમ નથી કેહતી કે હા પાટીદાર સમાજને ઓબીસી અનામત આપો.
શું હાર્દિક પટેલે મળવા આવ્યા કોંગ્રેસી નેતાઓને પૂછ્યું કે તમે ઓબોસી અનામત વિષે કેમ નયહી બોલતા? તમે ભાજપને કેમ નથી કેહતા કે પાટીદાર સમાજને ઓબીસી આપો ? પ્રશ્નો ઘણા છે પણ ચિત્ર સ્પષ્ટ જણાઈ આવે છે કે હવે હાર્દિક પટેલ અનામત મુદ્દો ફક્ત બેનર પૂરતો જ રાખીને પોતાના રાજકીય રોટલા સેકી રહ્યો છે.