આતંકવાદનું એપી સેન્ટર અને આતંકવાદનું જન્મદાતા કહેવાય તેવા નાપાક. ઈરાદાઓ ધરાવતા પાકિસ્તાને ભારતને જમ્મૂ-કાશ્મીર મામલે ધમકી આપી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ભારતે કાશ્મીરમાં હવે કોઈ પગલા લીધા તો આખા વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સંકટમાં આવી જશે.
સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહિદ હાફીઝ ચૌધરીએ કહ્યું કે, ભારતને કાશ્મીરમાં પોતાની ગેરકાયદેસર અને અસ્થિર કરનારી કાર્યવાહી પર ફરીથી વિચાર કરવો જોઇએ. ભારતને કાશ્મીરના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું પૂર્ણ પાલનની ખાતરી કરવી જોઇએ. પાકિસ્તાનના આ નિવેદન પર જો કે ભારતે અત્યારે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ ભારત હંમેશાથી કહેતુ રહ્યું છે કે કાશ્મીર તેનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાનને આના પર બોલવાનો કોઈ હક નથી.
પાકિસ્તાનના વલણ પર ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ સત્ય છે અને સત્યને બદલી શકાય નનહી. સીમા પાર આતંકવાદ પણ અસ્વીકાર્ય છેઅને કોઈપણ તર્ક દ્વારા આને સ્વિકારી શકાય નહી. ભારત હંમેશાથી કહે છે કે, કાશ્મીર અમારો આંતરિક મામલો છે અને પાકિસ્તાનને આ મામલે બોલવાનો કોઈ હક નથી.