અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ થઈ ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત રહેલ છે. નોંધનીય છે કે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્રિપલ અકસ્માતની આ ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકનું મોંજુ છવાઈ ગયું છે.
જ્યારે અકસ્માત સર્જાતા જ હાઇવે ઉપર ટ્રાફિક જામના થઈ ગયો હતો. આજુબાજુમાં રહેનાર લોકો તેમજ વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી અમીરગઢ પોલીસને મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ ઓછો કરાવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દર્દનાક ઘટના દરમિયાન, પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.