પાલનપુરના એક પુત્રએ પોતાના પિતાના મૃત્યુ સમયે અંતિમવિધિ દરમિયાન બંધ બજારમાં ચીજવસ્તુઓ મેળવવા પડેલી તકલીફોને ધ્યાને લઇ અન્ય લોકો આવી તકલીફનો ભોગ ન બને તે માટે અંતિમવિધિ કિટનું સેવા કાર્યો શરૂ કર્યું છે. જેમાં મૃતકના મુખમાં મૂકવામાં આવતી સોનાની તસ થી લઈ અંતિમવિધિમાં વપરાતી નાનામાં નાની ચીજ વસ્તુઓનો સમાવેશ કરાય છે. જ્યારે રૂપિયા 2 હજારથી વધુની કિંમતે તૈયાર થતી અંતીમ કીટ મૃત્યુ સમયે માત્ર 251 રૂપીયાના ટોકન દરે આપી સેવા કાર્યો ચલાવાય છે.
2000થી વધુની કીંમતે તૈયારથતી કીટ માત્ર 251ના ટોકનમા અપાય છે
પાલનપુરમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા જીવ સેવાના અલગ અલગ કાર્યો કરી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હોય છે. તે જ રીતે પાલનપુરમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત કેસર સેવા દ્વારા અનોખું સેવાકાર્ય ચલાવાઇ રહ્યું છે. જે અંગે મળતી માહિતી મુજબ કેસર સેવાના સ્થાપક રાજેન્દ્રભાઇની જોષીના પિતા ધુડાભાઇ જોષી ભાઈબીજના દિવસે દેવલોક પામ્યા હતા. જ્યારે ભાઇબીજના દિવસને લઇ સમગ્ર બજારની દુકાનો બંધ હતી. જેથી રાજેન્દ્રભાઇને પિતાની અંતિમવિધિની ચીજવસ્તુઓ મેળવવા ભારે તકલીફો વેઠવી પડી હતી જેને લઇ પોતે વેઠેલી તકલીફો અન્ય લોકોને વેઠવી ન પડે તે માટે અંતિમ વિધિ કિટનું સેવા કાર્ય શરૂ કરી દીધું જેમાં અંતિમવિધિમાં મૃતકના મુખમાં મૂકવામાં આવતી સોનાની તસથી લઇ નાના મા નાની ચીજવસ્તુઓનો સમાવેશ કરી દેવાયો છે મુખ્ય વાત એ છે કે કેસર સેવા દ્વારા ચાલતા આ સેવા કાર્યમાં પુરુષ,સ્ત્રી તેમજ વિધવા સ્ત્રી માટે અલગ અલગ કીટો બનાવવામાં આવે છે જેને લઇ પાલનપુર સહિત આજુબાજુના વિસ્તારના લોકો મૃત્યુ પ્રસંગે બજારમાંથી ચીજ વસ્તુઓ એકઠી કરવાની જગ્યાએ કેસર સેવાની કિટનો ઉપયોગ કરવા લાગ્યા છે.
કિટમાં એન્વરાઇઝ મેન્ટ ફ્રેન્ડલી વસ્તુઓ વપરાય છે
કેશર સેવા દ્વારા ચાલતી અંતિમવિધિ કીટના સેવા કાર્યની કીટમા એન્વરાઇઝમેન્ટ ફ્રેન્ડલી વસ્તુ વપરાતી હોવાથી લાકડાનું ખર્ચો પણ ઓછો થાય છે જ્યારે મૃત્યુ પ્રસંગે સોનાની તસ મેળવવા લોકોને સોનાના દાગીના તોડાવવા પડતા જ્યારે આ કીટમા સોનાની તસ પણ મૂકી દેવાઇ છે.
આજ દિન સુધી ૩ હજારથી વધુ લોકોએ કિટનો ઉપયોગ કર્યો: રાજેન્દ્ર જોષી(સેવક)
મરણ પામેલ વ્યક્તીના વારસો કેમની અંતીમ ક્રીયા મફત કરતા નથી તે હેતુથી સેવા કીટ માટે રૂપીયા 251 ટોકન કીંમત રખાઇ છે. આજદીન સુધી 3 હજારથી વધુ કીટોનો ઉપયોગ થયો છે.આ સેવા કાર્ય શરૂકર્યાબાદ ખુબજ ખુશી અનુભવુ છુ.
પિતાની અંતિમક્રિયા સમયે પડેલી તકલીફોને ધ્યાને લઇ અંતિમવિધિ કીટનું સેવા કાર્ય શરૂ કરી દીધુ