પાસ કાર્યકર્તા અને છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા ગીતા પટેલે મોરબીમાં એક વક્તવ્યમાં સરકારના છોતરા કાઢી નાખ્યા હતા. હાર્દિક પટેલના 19 દિવસના આંદોલન અને પાણી માટે વલખાં મારતાં ખેડૂતોની પેરવી કરતા ગીતા પટેલે જે શાબ્દિક ચાબખાઓ માર્યા તે સાંભળવા યોગ્ય છે. જો કે અહીં તેમણે બોલેલા તેજાબી શબ્દોનું રેખાંકન કર્યું છે.
હાર્દિકના ઉપવાસ વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે, ” 19 દિવસના ઉપવાસની વાત કરવી છે.ગાંધીનગર એમના બાપનું, ગુજરાત એમના બાપનું અને પોલીસ એમના બાપની. હાર્દિકભાઈ પોતાનાં નિવાસસ્થાન ઉપર અનશન ઉપર બેઠા છે તો કોઈને અંદર નહિ આવવા દેવાના”
“મેં ત્યારે પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે પોલીસ તમારા બાપની હોય, ગાંધીનગર તમારા બાપનું હોય, ગુજરાત તમારા બાપનું હોય, ગામડાઓં તો અમારા બાપના છે. ભડના દીકરાઓ હોય તો ટાંગા મૂકીને બતાવો. અમારે તો ખાલી પાવરફૂલ પાટલાણીઓ જ કાફી છે; ભાઈ ઓ તો ઘરે બેસી જશે. એમને ખબર નથી આ પટલાણીઓ થાળી-વેલણ વગાડી શકે, ધોકો ઉપાડી શકે અને કહેવાયને કે ખેતરની અંદર કામ પણ કરેલું છે એટલે પાવડા પણ ઉપાડેલ છે અને ધારિયા પણ ઉપાડેલા છે એટલે બિલકુલ ડરવાના નથી.”
ખેડૂતોના પ્રશ્નો અને હકની માંગણી કરવાની સાથે ગીતા પટેલે ઉમેર્યું હતું કે, “ખેડૂતો માટે કેનાલ બનાવી ? કેનાલો બનાવી પણ પાણી ? હમણાં નિલેશભાઈએ કીધુંને કે ક્યાં તમારી માં નો કરિયાવર માંગ્યો’ તો। તો પાણી તમારા બાપનું છે, અમારું પાણી અમને નહિ આપો ? પાણી તમારા બાપનું છે ? કે ખેડૂતોને પાણી નહિ આપો ? એટલે જાગવાની જરૂર છે, જાગીશું, ઘરની બહાર નીકળીશું, ઘરે બેઠા કોઈ આપવા નહિ આવે. હક જોઈતો હોય તો રોડ ઉપર આવવું પડશે, કૈક જોઈતું હશે તો રોડ પર આવવું પડશે. કારણ કે ઓટે બેઠા બેઠા આપણે ઘણી વાતું કરીયે છીએ. પરંતુ કોઈક કાર્યક્રમ થતા હોય તો ખુબ મોટી સંખ્યામાં આપણી સહુની હાજરી હોવી જોઈએ”
ખેડૂત આંદોલન પૂરું થયું પરંતુ વધી ગઈ ભાજપની તકલીફ, તોળાઈ રહ્યો છે આ ખતરો
ખેડૂતોનું આંદોલન (કિસાન ક્રાંતિ યાત્રા) ભલે સમાપ્ત થયુ હોય અને દરેક ખેડૂત પોતપોતાના ઘરે જતા રહ્યાં હોય. પરંતુ બે ઓક્ટોબરે દિલ્હી-યુપી બોર્ડર પર જે કઈ થયું, તેનાથી ભાજપની મુશ્કેલી વધી છે. આંદોલન કરવા દિલ્હી પહોંચેલા મોટાભાગના ધરતીપુત્રો પશ્ચિમ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાંથી આવ્યા હતાં. જેમાંથી મોટાભાગના જાટ હતાં. જેનો ઝુકાવ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ હતો, પરંતુ યુપીની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે જે રીતે તેમની સાથે વ્યવહાર કર્યો તેનાથી તેઓ નારાજ થયા છે. એવી આશંકા છે કે આ ખેડૂતો 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે અંતર રાખી શકે છે.
જો આવુ થયુ તો ભાજપે તેનું ગંભીર પરિણામ ભોગવવુ પડશે. કારણકે પશ્ચિમ યુપીના લગભગ બે ડઝન લોકસભા સાંસદ પસંદ થઈને આવે છે. અત્યારે આ બધી બેઠકો પર ભાજપનો કબજો છે. ઉલ્લેખનીય છે કે જાટોનો ઝુકાવ પારંપરિક રીતે અજિત સિંહની રાષ્ટ્રીય લોક દળ સાથે છે, પરંતુ 2014માં જાટોએ ખોબલા ભરીને ભાજપને મત આપ્યા હતાં. રાજ્યમાં નવા રાજકીય સમીકરણ અન નવા ગઠબંધન બાદ થયેલ સામાન્ય ચૂંટણીથી ચિત્ર સ્પષ્ટ કર્યુ છે કે હવે જાટ સમુદાયનો ભાજપ સાથે મોહભંગ થઈ ગયો છે અને તેઓ મહાગઠબંધન સાથે છે. અહીં જણાવવાનું કે કેરાના પેટા ચૂંટણીમાં મહાગઠબંધનના ઉમેદવાર રાલોદના તબસ્સુમ હસન જીત્યા હતા. આ ચૂંટણીમાં જાટ સમુદાયે ભાજપને છોડી મહાગઠબંધનને વોટ આપ્યો હતો.
જાટ સિવાય આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની પણ વધારે પ્રમાણમાં જનસંખ્યા છે. ગઠબંધન સંદર્ભે જાટ અને મુસ્લિમ સમુદાય ભાજપથી દૂર રહીં શકે છે. જોકે, આવી રાજકીય સ્થિતિ બનતા નરેન્દ્ર મોદી સરકારના કેટલાંક પ્રધાનોએ પોતાની બેઠક પણ ગુમાવવી પડશે. સૌથી વધુ સંકટ બાગપતના સાંસદ અને મોદી સરકારમાં પ્રધાન સત્યપાલ સિંહ પર તોળાઈ રહ્યો છે. 2014ની ચૂંટણીમાં તેમણે 4 લાખ 23 હજાર 475 વોટ મળ્યા હતાં, જ્યારે સપાના ગુલામ મોહમ્મદને 2 લાખ 13 હજાર 609 વોટ અને રાલોદના અજિત સિંહને 1 લાખ 99 હજાર 516 વોટ મળ્યા હતાં. બસપાના પ્રશાન્ત ચૌધરીએ પણ 1 લાખ 41 હજાર 743 વોટ પ્રાપ્ત કર્યા હતાં. એટલે ગઠબંધન વખતે ભાજપ વિરુદ્ધ જાટ મતનું ધ્રુવીકરણ સિવાય મુસ્લિમ, દલિત અને અન્ય પછાત વર્ગોનું વલણ બદલાઈ શકે છે. એવામાં ફક્ત 2014ની પેટર્ન મુજબ વાત કરીએ તો વિપક્ષી મહાગઠબંધનને 5 લાખ 55 હજારથી વધુ વોટ મળી શકે છે.
પશ્ચિમ યુપી હેઠળ જે સંસદીય બેઠકો આવે છે, તેમાં બાગપત સિવાય કેરાના, મુઝફ્ફરનગર, સહારનપુર, નગીના, મુરાદાબાદ, રામપુર, બિજનૌર, સંભલ, અમરોહા, મેરઠ, ગાજિયાબાદ, ગૌત્તમબુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ, હાથરસ, મથુરા, આગ્રા, ફતેહપુરસિકરી વગેરે સામેલ છે. ઉલ્લેખનીય છે કે, દેવા માફી, સિંચાઈ માટે મફત વિજળી, એમએસપીમાં વધારો થાય તેવી 15 માંગના સમર્થનમાં ખેડૂતોએ 12 દિવસ પહેલા હરિદ્ધારથી ખેડૂત ઘાટ સુધી પદયાત્રા કરી હતી, પરંતુ સરકારે ધરતીપુત્રોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવ્યા હતાં. યુપી બોર્ડર પર મંગળવારે ખેડૂતો અને જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અન્નદાતા પર દંડા, ટિયરગેસ: ગાંધી જયંતીએ સરકારનો અહિંસા દિવસ
દેવામાફી, પેન્શન અને ઉપજના યોગ્ય ભાવ સહિત અન્ય માગો અંગે પગપાળા દિલ્હી પહોંચેલા ખેડૂતોને પોલીસે સરહદ પર જ અટકાવી દીધા. ‘કિસાનક્રાંતિ યાત્રા’માં જોડાયેલા અંદાજે 30 હજાર ખેડૂતોએ મંગળવારે ટ્રેક્ટરો અને અન્ય વાહનો સાથે દિલ્હીની સરહદમાં બેરિકેડ હટાવી ઘૂસવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ પોલીસે તેમના પર પાણીનો મારો કરવાની સાથે લાઠીચાર્જ કર્યો. ટિયરગેસ પણ છોડ્યા અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન 7 પોલીસ કર્મચારી અને 36 જેટલા ખેડૂતોને ઇજા થઈ હતી. ગાઝિયાબાદમાં બુધવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.
30 હજાર ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાં અટકાવ્યા
ગાઝિયાબાદ-દિલ્હી સરહદ પર પોલીસે પહેલાથી જ બેરિકેડ લગાવી દીધા હતા. જગ્યા-જગ્યાએ કલમ 144 લગાવાઈ હતી. ઈજાગ્રસ્ત ખેડૂતોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કોંગ્રેસ સહિત વિપક્ષે ગાંધી જયંતી પર ખેડૂતો વિરુદ્ધ પોલીસની બર્બર કાર્યવાહી કરાવવાનો કેન્દ્ર પર આરોપ મૂક્યો.અગાઉ પૂર્વીય દિલ્હીમાં દિલ્હી પોલીસના પૂર્વી રેન્જના જોઈન્ટ સીપીએ લાઉડસ્પીકર પરથી માહિતી આપી કે 8,000 ખેડૂત યુપી ગેટ તરફ વધી રહ્યા છે.