શું આપે ક્યારેય આપે પેશન ફ્રૂટ મામલે સાંભળ્યું છે? આ ફળને “કૃષ્ણા ફળ” નામથી ઓળખવામાં આવે છે. કૃષ્ણા ફળ એક બ્રાઝીલીયન ફળ છે, પરંતુ આજે તમામ દેશો આની ખેતી કરવા લાગ્યા છે. ભારતની વાત કરીએ તો નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, મિઝોરમ, અને મેઘાલય જેવા રાજ્યોમાં આનું ખૂબ જ ઉત્પાદન કરવામાં આવે છે.
કૃષ્ણા ફળ એક અદભૂત ફળ છે. સ્વાદમાં મીઠુ-ખાટ્ટુ અને બીજયુક્ત હોય છે. આ ફળમાં ફાઈબર, કાર્બ્સ, પોટેશિયમ, સોડિયમ, વિટામીન સી, એ, ડી, કે, ઈ, આયરન, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ સહિતના અનેક પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો માણસની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.
ડાયબીટીઝ: કૃષ્ણા ફળ ખાવાથી વ્યક્તિને ડાયબીટીઝ સામે રક્ષણ મળે છે. તો જે લોકો ડાયબીટીઝના રોગી છે તેમના માટે આ ફળ ખૂબ જ લાભકારી હોય છે. આ ફ્રૂટમાં ઓછું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને ઉચ્ચમાત્રામાં ફાઈબર હોય છે. આ ઈન્સ્યુલીનના સ્તરને નિયંત્રીત રાખવામાં મદદ કરે છે. આને ખાવાથી ડાયબીટીઝના દર્દીઓને કેટલાય સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો અને તેમનું વજન પણ નથી વધતું.
હાર્ટ: આ ફ્રૂટને હાર્ટ માટે પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આમાં પોટેશિયમ હોય છે. સાથે જ ઈલેક્ટ્રોલાઈટ હોય છે કે જે હ્યદયને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આને ખાવાથી હાર્ટ પોતાનું કામ યોગ્ય રીતે કરે છે અને હ્યદય રોગનું જોખમ ઓછું થઈ જાય છે.
ઓસ્ટિયોપોરોસિસ: આ ફળમાં મેગ્નેશિયમ, કેલ્શીયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ સહિતના તમામ પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વો હાડકાની ડેન્સીટી જાળવી રાખે છે. આના સેવનથી ઓસ્ટિયોપોરોસિસ જેવી પરેશાનીનું રિસ્ક ઓછું થાય છે.
અસ્થમા: કહેવામાં આવે છે કે, જો આની છાલના અર્કનું સેવન કરવામાં આવે તો અસ્થમાની સમસ્યા અને શ્વાસ ફૂલવાની સમસ્યામાં ખૂબ જ રાહત મળે છે. આ ફળ પણ શ્વાસના દર્દીઓ માટે લાભકારી હોય છે. પરંતુ કૃષ્ણા ફળને ઠંડી તાસીરનું માનવામાં આવે છે. એટલા માટે કોઈ વિશેષજ્ઞના પરામર્શ બાદ જ આનું સેવન કરો.
ઈમ્યૂન સિસ્ટમ: આ ફ્રૂટમાં વિટામીન સી, બીટા-ક્રિપ્ટોક્સાંથિન અને અલ્ફા-કેરોટીન હોય છે કે જે આપની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે. ઈમ્યુનિટી મજબૂત થવાથી શરીરને કેટલીય બીમારીઓ સામે રક્ષણ મળે છે. તો આયરનથી સમૃદ્ધ હોવાના કારણે શરીરમાં લોહીની કમી નથી થવા દેતું. આના નિયમીત સેવનથી એનિમીયાથી બચાવ થાય છે.