આ વ્યક્તિએ ચોકલેટથી બનાવ્યું સાત ફૂટ ઉંચુ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીઃ જૂઓ વિડીયો

જાણીતા પેસ્ટ્રી શેફ અમૌરી ગુચોને એક એવું કામ કર્યું કે લોકો વિચારતા જ રહી ગયા. હકીકતમાં અમૌરી ગુચોને ચોકલેટની મદદથી વર્લ્ડ ફેમસ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની એક પ્રતીકૃતિ બનાવી દિધી. આ ચોકલેટનું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાત ફૂટ લાંબુ છે.

 

અમૌરી ગુચોન નામના એક વ્યક્તિએ અમેરિકાના સ્વતંત્રતા દિવસ આ બનાવ્યું છે. તેણે આ દિવસે ચોકલેટની મદદથી સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આને બનાવ્યા બાદ તેમણે એક વિડીયોના માધ્યમથી ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી.

ચોકલેટથી બનેલું આ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી સાત ફૂટ લાંબુ છે. ગુચોનનું કહેવું છે કે, તેમની અત્યારસુધીની આ સૌથી લાંબી કૃતિ છે. વિડીયોમાં દેખાય છે કે, તેમણે આને તૈયાર કરવા માટે રો ચોકલેટનો ઉપયોગ કર્યો જેને કેટલાક કલર સાથે મિક્સ કરવામાં આવી છે.

ગુચોને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ચોકલેટથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવાનો આખો વિડીયો પોસ્ટ કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, ચોકલેટ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. આ સાત ફૂટ લાંબુ છે.

Scroll to Top