હાર્દિકને મુક્ત કરાવવા ક્રાઈમ બ્રાન્ચ બહાર બીજેપી વિરુદ્ધ સુત્રોચ્ચાર, પાટીદાર વિસ્તારોમાં એલર્ટ

અમદાવાદ: પાસ નેતા હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ પર છે. જેને પગલે પોલીસે હાર્દિક અને તેના સમર્થકોને પકડીને ક્રાઈમ બ્રાન્ચ લઈ ગઈ હતી. જ્યાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાસ કન્વીનરો અને કાર્યકરોએ હાર્દિકને છોડાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બહાર જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. તેમજ બીજેપી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલની સ્થિતિને જોતા પાટીદાર વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વધુ પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચ બહાર આવેલા પાસ કન્વીનર નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, એક દિવસના પ્રતિક ઉપવાસમાં આટલી મોટી પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે. જેના પરથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત પોલીસ એકદમ નમાલી છે. જો આટલી પોલીસ આતંકવાદીઓને પકડવા માટે લગાડે તો ગુજરાત અને દેશ આતંકવાદીઓથી મુક્ત બની જાય.

પોલીસ ખોટી રીતે હેરાન કરે છે

હાર્દિકે ઉપવાસ આંદોલન માટે મંજૂરી ન મળવાને લઈ જણાવ્યું કે, 25મી ઓગસ્ટ માટે અમને કેમ પરમિશન નથી આપતા? પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. મારા ઘર આગળ પાછળ 200 થી વધારે પોલીસનો કાફલો મૂકી દેવાયો છે. અમે ખેડૂતોની માંગણીઓ અને પાટીદાર સમાજ માટે આરક્ષણની માંગ કરી રહ્યા છીએ અને અમે બંધારણીય રીતે ઉપવાસ કરવા માંગીએ છીએ. અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.

સુરત જેવા સેન્સિટિવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે!

હાર્દિકે આજની ધરપકડ અંગે વધુમાં કહ્યું કે, જો આજે એક દિવસીય પ્રતીક ઉપવાસ માટે ગુજરાતભરમાં ધરપકડ થઈ હોય તો શું 25 ઓગસ્ટ માટે બસોની બસો ભરીને આવતા ટેકેદારોની ધરપકડ કરશે આ સરકાર? જો અમારી ખોટી રીતે ધરપકડ થશે અને ઉપવાસ કરતા રોકાશે તો સુરત જેવા સેન્સિટિવ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે!

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here