GujaratNewsPolitics

કોઇ કાર્યક્રમ ન આપવા SPG ને વિનંતી, સરકાર આંધળી બહેરીઃ જયરામ પટેલ

પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધા છે ત્યારે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટાદાર સમજાના હીત માટેની કેટલીક માંગણીઓ સરકાર સામે મુકી છે.

પાસ કન્વીનર હાર્દિક પટેલે 19 દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધા છે ત્યારે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટાદાર સમજાના હીત માટેની કેટલીક માંગણીઓ સરકાર સામે મુકી છે. અને સરકારને માંગણીઓ પુરી કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું છે. આવી સ્થિતિમાં પાટીદાર અગ્રણની સંસ્થા સિદસર ઉમિયા માતા મંદિરના પ્રમુખ જયરામ પટેલે કોઇ કાર્યક્રમ ન આપવા માટે વિનંતી કરી છે. સાથે સાથે ગુજરાતની શાંતિ ન ડ્હોહળાય તેમ માટે પણ અપલી કરી છે. આ ઉપરાંત તેમણે મીડિયા સાથે વાત કરતા તેમની તળપદી ભાષામાં સરકારને આંધળી અને બહેરી કહી હતી.

“લાલજી પટેલે સરકરાને પોતાના મુદ્દાઓ આપીને અલ્ટીમેટમ આપ્યું હતું. અમે સંસ્થાઓએ વિચાર કર્યો અને અત્યાર ગુજરાતની શાંતિમાં કોઇ ખલેલ ન પહોંચે અને વાતાવરણ બગડે નહીં. એટલે બધી સંસ્થાઓનો સંદેશો તમારા માટે આપવો.

લાલજી પટેલને વિનંતી કરીએ છીએ કે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓ છે જેના કન્વીનર સી.કે. પટેલ છે જેઓ વિદેશમાં હોવાથી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ વિદેશ હોવાથી અમે સંસ્થાઓએ નક્કી કર્યું કે, સિદસર ઉમિયા માતા મંદિરના ઉપ પ્રમુખ તરીકે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અને એસપીજીના મિત્રને અમે વિનંતી કરીએ છીએ કે તમારા જે પણ મુદ્દાઓ તમારા મુદ્દાઓ સરકારને આપજો. જરૂર પડે તો અમને પણ મુદ્દાઓ આપજો તો અમે પણ સામેલ થઇશું. અત્યારે કોઇ જાતના કાર્યક્રમ ના આપે. અને ગુજરાતની આ શાંતિમાં કોઇજાતની ખલેલ ન થાય. સમાજના આગેવાન તરીકે હું આ લોકોને વિનંતી કરું છું. મને આશા છે કે અમારી આ વિનંતીને આ મિત્રો માન્ય રાખે. ”

સરકારે તમને પ્રેસકોન્ફરન્સ કરવા કહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં જયરામ પટેલે કહ્યુ હતું કે,”સરકારે મને કંઇ કહ્યું નથી. અમારા સજાનો પ્રશ્ન છે એટલે આ સમાજની સંસ્થાઓ વતી આ સંદેશો મોકલવા માગતા હતા. “પહેલા પાસ અને પછી એસપીજી આવી છે તમને શું લાગે છે કે, આ રાજકીય સ્ટન્ટ છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, “હું રાજકીય માણસ નથી એટલે હું કંઇ ન કહી શકું પરંતુ ઢોલ વાગે તો આવું બધું થાય”

માગણીઓ કરનારા સાચા કે સરકાર સાચી તમને કોણ સાચું લાગે છે ? તેના જવાબમાં જયરામ પટેલે કહ્યું હતું કે,”માંગણીઓ કરનારા અડધા સાચા હતો અને અડધા સાચા ન હોય અને સરકાર પણ અડધી સાચી હોય અને અડધી સાચી ન હોય. સરકાર આંધળી અને બહેરી બંને હોય.”

પાટીદારોને અનામત અંગે કોંગ્રેસ વિશે રેશ્મા પટેલે શું કહ્યું જાણો

પાસના પૂર્વ આગેવાન તેમજ હાલ ભાજપના સભ્ય રેશ્મા પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને રેશ્મા પટેલે પાટીદારોને અનામત અંગે સમર્થન કરવા અંગેની લેખિતમાં સ્પષ્ટતા કરવા કહ્યું છે.

પત્રમાં રેશ્મા પટેલે લખ્યું છે કે, ગુજરાતની ચૂંટણી પહેલા તે પણ PAASમાં કાર્યરત હતી. પરંતુ ચૂંટણી સમયે હાર્દિક પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફ વધી જતાં તે ભાજપમાં જોડાઈ હતી. ચૂંટણી સમયે કોંગ્રેસે પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી કોઈ લેખિતમાં ખાતરી આપી ન હતી. પાસમાં હતી ત્યારે પણ મારો ઉદેશ્ય પાટીદાર સમાજને અનામત મળે તે હતો અને આજે પણ એ જ છે.

25મી ઓગસ્ટથી હાર્દિક જ્યારે ઉપવાસ પર બેઠો હતો ત્યારે કોંગ્રેસના વિવિધ નેતાઓ તેને મળવા પહોંચ્યા હતા. આ સમયે પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. ભાજપ સરકાર કહી ચુકી છે પાટીદારોને ઓબીસીમાં અનામત ન મળે, તેમ છતાં કોંગ્રેસ એવું માને છે કે પાટીદારોને ઓબીસીમાં અનામત મળે. આ માટે કોંગ્રેસ પક્ષ તરફથી નીચેની બાબતે સ્પષ્ટ કરવામાં આવે.

1) કોંગ્રેસ પક્ષ લેખિતમાં જાહેર કરે કે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળવું જોઈએ. આ વાત સાથે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સહમત છે.

2) કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરે.

3) પાટીદારોને અનામત મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બીલ પ્રસ્તાવ રજૂ કરે. આવો પ્રસ્તાવ મૂકી દીધો હોય તો જનતા સમક્ષ જાહેર કરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker