પેગાસસ જાસૂસી કેસને લઇને સુપ્રીમ કોર્ટમાં ત્રીજી અરજી દાખલ કરવામાં આવી છે. ધ હિન્દૂના પૂર્વ મુખ્ય એડિટર એનરામ અને એશિયાનેટના સંસ્થાપક શશિ કુમાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે કોર્ટની નજરમાં સુપ્રીમ કોર્ટના વર્તમાન અથવા સેવાનિવૃત જજની અધ્યક્ષતામાં તેની તપાસ કરવામાં આવે.
તાજેતરમાં કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇઝરાયલી સ્પાઇવેર પેગાસસ દ્વારા ભારતના વિપક્ષી નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને પત્રકારોની જાસૂસી કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વભરના કેટલાક મુખ્ય પ્રકાશનો સાથે જોડાયેલી તપાસમાં ખબર પડી છે કે ભારતમાં 142થી વધુ વ્યક્તિઓને ઇઝરાયલી ફર્મ એનએસઓના પેગાસસ સ્પાઇવેરનો ઉપયોગ કરીને સર્વિલાન્સ સંભવિત લક્ષ્યના રૂપમાં ઓળખવામાં આવ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટે સરકારને એમ કહેવાનો આદેશ આપવો જોઇએ કે શું તેમણે સ્પાઇવેરના ઉપયોગ માટે લાઇસન્સ પ્રાપ્ત કર્યો છે અથવા તેનો ઉપયોગ આવી રીતે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કોઇ પણ રીતની નજર માટે કર્યો છે. અરજી કરનાર અનુસાર એમનેસ્ટી ઇન્ટરનેશનલની સિક્યુરિટી લેબ દ્વારા સંભવિત લક્ષ્યના રૂપમાં કેટલાક મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસમાં સુરક્ષા ઉલ્લંઘનોની પૃષ્ટી થઇ છે.
સોફ્ટવેર પેગાસસને લઇને વિવાદો વચ્ચે ઇઝરાયલની સાઇબર સુરક્ષા કંપની એનએસઓ ગ્રુપે પોતાના બચાવ કરતા દાવો કર્યો છે કે જાસુસી અને કાયદો લાગુ કરનારી એજન્સીઓને પ્રોધોગિકીને કારણે લોકો સુરક્ષિત છે.
ભારતને સોફ્ટવેચ વેચવાની પૃષ્ટી અથવા ખંડન કર્યા વગર કંપનીએ કહ્યુ હતું કે તેમના ઉત્પાદનો સરકારી જાસુસી અને કાયદો લાગુ કરનારી એજન્સીઓને લાઇસન્સ પર આપવામાં આવે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય આતંક અને ગંભીર ગુનાઓને રોકવા અને તપાસ કરવાનો છે.
બીજી તરફ પેગાસસ વિવાદને લઇને કેન્દ્ર સાથે ટકરાવ વચ્ચે પશ્ચિમ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે નેતાઓ, અધિકારીઓ અને પત્રકારોની જાસૂસીના આરોપોની તપાસ કરવા માટે બે સભ્યોની તપાસ પંચની જાહેરાત કરી છે.