IndiaNews

પેટ્રોલ-ડીઝલમાં લાગેલી ‘આગ’માં રાહત આપવાનો સરકારે કર્યો ઈનકાર,મુંબઈમાં 87ને પાર

નવી દિલ્હી: સરકારે પેટ્રોલ અને ડીઝલની વધતા ભાવોથી ગ્રાહકોને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યૂટીમાં શક્યતાઓને ફગાવી દીધી. સરકારે કહ્યું છે કે, એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની ઘણી ઓછી શક્યતા છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકન ડોલરની સરખામણીએ રૂપિયામાં થઈ રહેલા ઘટાડાથી આયાત મોંધી થઈ રહી છે.

હકીકતમાં, સરકારને લાગે છે કે, તેનાથી ચાલુ ખાતાની ખોટના લક્ષ્યથી ઉપર નીકળી શકાય છે અને એવામાં તે પેટ્રોલ, ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરીને રાજવિત્તીય ગણિત સાથે છેડછાડ નથી કરવા ઈચ્છતી. અધિકારીએ નામ ન જણાવવાની શરતે આ વાત કહી.

પેટ્રોલ અને ડીઝલના ભાવ મંગળવારે નવી ઉંચાઈ પર પહોંચી ગઈ. આ દરમિયાન ભારતીય મુદ્રા, અમેરિકન ડોલરની સરખામણીએ 71.54ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગઈ, જેના કારણે આયાત મોંઘું થઈ ગયું. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 71.34 રૂપિયા પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ. આ ભાવ વધારાને ઓછો કરવા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની માંગ ઉઠી છે.

આ બંને ઈંધણની કિંમતનો લગભગ અડધો ભાગ, કેન્દ્રિય અને રાજ્ય સરકારો દ્વારા લેવાતા કરનો હોય છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત વધારા પર ટિપ્પણી કરતા, પૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે, ‘પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત વધારાની જરૂર નથી, કેમકે ઈંધણો પર વધુ પડતા કરોથી ભાવ ઉઁચા છે. જો કરોમાં કાપ મૂકાય છે તો કિંમતો ઘણી ઓછી થઈ જશે.’

નાણાં મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, અમે પહેલેથી જ જાણીએ છીએ કે ચાલુ ખાતાની ખોટની અસર થશે. એ જાણતા હોવાથી અમે રાજવિત્તીય ખોટના સંબંધમાં કોઈ છેડછાડ ન કરી શકીએ, આપણે આ મામલે સમજદારીથી નિર્ણય લેવો પડશે.’ રાજવિત્તીય ખોટનો અર્થ હશે આવકથી વધુ વ્યય થવો, જ્યારે કે ચાલુ ખાતાની ખોટ દેશમાં વિદેશી મુદ્રા પ્રવાહ અને તેના બહારના પ્રવાસના વચ્ચેનું અંતર હોય છે. ચૂંટણીના વર્ષમાં સરકાર જાહેર ખર્ચમાં કાપ મુકવાનું જોખમ ન ઉઠાવી શકે. તેનાથી વિકાસ કાર્યો પર અસર પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker