અમેરિકા (US) ની સૌથી મોટી દવા ઉત્પાદક કંપની ફાઇઝર (Pfizer) એ કેન્દ્ર સરકારને કહ્યું છે કે તેની કોવિડ વેકસીન (Covid Vaccine) ભારતમાં કોરોનાવાયરસના વૈરિયંટ સામે “ઉચ્ચ અસરકારકતા” બતાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં સંક્રમણ અને મૃત્યુની વિનાશક બીજી લહેર પાછળ આ જ વૈરિયંટ છે.
સમાચાર એજન્સી અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે ફાઇઝર (Pfizer) એ કેન્દ્ર સરકારને એમ પણ કહ્યું હતું કે, તેની રસી 12 વર્ષથી ઉપરના બધા લોકો માટે અસરકારક સાબિત થઈ છે અને મહત્ત્વની વાત એ છે કે તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજ સુવિધામાં એક મહિના સુધી સુરક્ષિત રૂપે સંગ્રહિત કરી શકાય છે.
અમેરિકા ફાર્મા દિગ્ગજ કંપનીએ કેન્દ્ર સરકારને આ વૈકસીનના ઉપયોગ માટે ‘ફાસ્ટ ટ્રેક’ ની મંજૂરી આપવા વિનંતી કરી છે અને કહ્યું છે કે જુલાઈથી ઓક્ટોબરની વચ્ચે પાંચ કરોડ ડોઝ રોલ આઉટ કરશે તો તેને સરકાર પ્રતિકૂળ ઘટનાઓના મામલે વળતર, અથવા વળતર ના દાવાઓથી રક્ષણ સહિતના મહત્વપૂર્ણ નિયામક છૂટ આપે છે. જો કે, દેશમાં ઉપયોગમાં લેવાં આવી રહેલ ત્રણ વેકિસન (Covishield, Covaxin and Sputnik V) માંથી કોઈ પણ ને આવી રીતે છૂટ આપવામાં આવી નથી, જેવી છૂટ Pfizer માંગી રહ્યું છે.
Pfizer એ ભારતમાં તેના કોવિડ -19 વેકસીન ની વહેલી મંજૂરી આપવાની માંગ કરતા ભારતીય અધિકારીઓને કહ્યું છે કે, તેની રસી ભારતમાં ફેલાયેલા કોરોના વૈરિયંટ સામે ઘણી અસરકારક છે અને તે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ આપી શકાય છે. Pfizer એ કહ્યું છે કે ભારતમાં ભારતમાં ફેલાયેલા એસએઆરએસ-સીઓવી -2 વેરિયંટ વિરૂધ્ધ અને ભારતીય લોકો પર તેની રસી ઘણી અસરકારક સાબિત થઈ છે.
Pfizer એ ભારતીય અધિકારીઓ સાથે હાલમાં જ આ અડવાડિયામાં મીટિંગ દરમિયાન વિવિધ દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા તેની રસીઓની અસરકારકતા પરીક્ષણો અને મંજૂરી આપવા અંગેના તાજેતરના આંકડા પણ રજૂ કર્યા હતા. ભારત સાથેની વાતચીતમાં સામેલ ફાઇઝરના ઉચ્ચ સ્ત્રોતે જણાવ્યું હતું કે, ભારત અને વિશ્વની હાલની સ્થિતિ સામાન્ય નથી. આવી સ્થિતિમાં કરવામાં આવેલ કામને સામાન્ય રીતે અપનાવવામાં આવતી પ્રક્રિયાની જેમ ન લેવું જોઈએ.”
એક અન્ય સૂત્રએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ફાઈઝરના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધ્યક્ષ આલ્બર્ટ બુર્લા વચ્ચે હાલમાં મળેલી બેઠક બાદ બંને પક્ષોએ ભારતમાં કોવિડ વૈકસીનની મંજૂરી ઝડપી બનાવવા માટે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર સંયુક્ત રીતે કામ કરવા સંમત થયા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીની ખરીદી, વળતર અને જવાબદારી અને મંજૂરી પછી અધ્યયનમાં જોડાવાને લઈને નિયમનકારી આવશ્યકતા તેમાં જોડાયેલ છે.