GujaratNews

સુરત દુષ્કર્મ કેસઃ બાળકી 11 કલાક તડપી, નરાધમને રેલવે ટ્રેક પર સૂવડાવ્યો ત્યારે કબૂલાત કરી

સુરત: ડિંડોલીમાં માસૂમ બાળકીને પાઇપોની અંદર લઇ જઇને નરાધમે પીંખી નાખી હતી. ત્યાં 300થી વધુ પાઇપો મુકાયેલી છે. યુવકે કંઇ પાઇપમાં બળાત્કાર ગુજાર્યો તે શોધવા માટે પણ પોલીસને પરસેવો પડી ગયો હતો. પાઇપોની અંદર દિવસે પણ એટલું અંધારું હતું કે પોલીસે મોબાઇલની ટોર્ચ સળગાવીને તપાસ કરવી પડીહતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નરાધમ પકડાયો તો ખરો પરંતુ એટલો રિઢો છે કે લાંબા સમય સુધી તેણે ગુનાની કબુલાત જ ન કરી. અંતે થાકીને પોલીસે તેને નજીકના રેલવે ટ્રેક પર સૂવડાવી દીધો હતો. તેને એવું કહીને ડરાવ્યો કે જો તે સાચુ નહીં બોલે તો ટ્રેન આવશે છતા ત્યાંથી ઉઠવા નહીં દે. ગભરાયેલા નરાધમે અંતે પોતે કરેલા ગુના અંગે સાચુ બોલવાની ફરજ પડી હતી.

બાળકી જીવિત મળી ગઇ એ જ અમારા માટે મોટી વાત: પીઆઇ

શનિવારે સાંજે સાડા ચાર વાગ્યે અમે ફરિયાદ લઈને 5 વાગ્યે અમે તપાસ કરવાની શરૂઆત કરી, બાળકીની માતાએ અમને કહ્યું કે, બાજુમાં રહેતો 6 વર્ષનો બાળક તેની સાથે રમતો હતો. જેથી અમે બાળક પાસેથી માહિતી મેળવવા માંગતા હતા. પરંતુ બાળક કદાચ પોલીસને જોઈને ગભરાય જાય તો તે જવાબ આપી શકશે નહિ ! એટલે અમે તેને પોલીસ તરીકે ઓળખ આપી ન હતી. બાળકીના પરિવારજનોની સાથે અમે બેસી અમે બાળકને ચોકલેટ આપી શાંતિથી બાળકીને કોણ લઈ ગયું તે બાબતે પૂછતાં બાળકે થોડી વારમાં કહ્યું કે, ‘મામુ લેકે ગયા’, જેથી અમે લાગ્યું કે બાળક કોઈ દિવસ ખોટું નહિ બોલે. પછી અમે આરોપીને પકડી લીધો અને બાળકીની બાબતે પૂછતાં પહેલાં તો તેણે કશું જાણતો ન હોવાની વાત કરી હતી.

તેને પોલીસ સ્ટેશને લઈને આવી તારા ભાણેજએ અમને કહ્યું છે કે મામુ લેકે ગયા ત્યારે તેણે અમને બાળકીને લઈ ગયો હોવાની હકીકતો જણાવી હતી. અમે તેને પૂછ્યું કે, બાળકી કયા છે તો તેણે લિંબાયત-ગોડાદરા બ્રિજ પાસે મૂકી આવ્યો હોવાની વાત કરી એટલે અમે આજુબાજુની ઝૂંપડપટ્ટીઓ ખૂંદી વળી છતાં બાળકીનો કોઈ પત્તો ન લાગતાં આરોપીની કડક પૂછપરછ કરી જેમાં આરોપીએ અમને કહ્યું કે, ખુલ્લા મેદાનમાં લઈ ગયો હતો અને ત્યાં પાઇપમાં છે. જેથી અમે આરોપીને સાથે રાખી સ્ટાફના માણસો સાથે રાત્રીના સમયે ઘટના સ્થળે ગયા, લોખંડની પાઇપો અને અંધારું હતું.

અમે ઉધના, લિંબાયત અને ડીસીબી મળી 150 જણા અને નવાગામના 50 યુવકોને બોલાવી પાઈપોમાંથી અંદર ગયા, કલાકમાં પાઇપમાંથી બાળકી મળી છે, સ્ટાફે બાળકીને 5 મિનિટમાં બહાર લાવી અમારી ગાડીમાં હોસ્પિટલમાં લઈ ગયા. વધુ સારવારની જરૂર પડતાં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા, બાળકી બિચારી અંદર 11 કલાક સુધી તડપતી પડી રહી હતી અમે બાળકીને તો બચાવી લીધી પરંતુ તેની સાથે થયેલી આપવીતીનું અમને દુ:ખ થાય છે.

ચાઇલ્ડ વેલવેર ઓફિસરોની યાદી જ નથી

બાળકો પર થતા અત્યાચાર અટકાવવા માટે અને કાયદાના સંંઘર્ષમાં આવેલાં બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પોલીસ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તે માટે પોલીસે બાળકો સાથે જોડાયેલા કેસમાં કેવી રીતે વર્તવું જોઇએ તે બાબતે ચોક્કસ ગાઇડલાઇન છે. તે માટે તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ચાઇલ્ડ વેલફેર ઓફિસર હોવો જોઈએ. જોકે, કેટલાક પોલીસ સ્ટેશનમાં આવું કોઈ લિસ્ટ ન હોવાની હકીકત સામે આવી છે.

બાળકીઓના કેસ ઝડપથી નથી ચાલતા

સુરતમાં બાળકીઓના કેસો ઝડપથી નથી ચાલતા. બે મહિના પહેલા મધ્ય પ્રદેશમાં બાળકી પર દુષ્કર્મનો ગુનો દાખલ થયો. જેમાં પોલીસની ઝડપી તપાસ, પુરાવાઓ અને ચાર્જશીટ ઝડપથી દાખલ કરવાથી ગુનો દાખલ થયાના 21માં દિવસે ચુકાદો આવી ગયો હતો. જેમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. જ્યારે સુરતમાં પોલીસ 70 દિવસ સુધી ચાર્જશીટ રજૂ કરતી નથી. જો ચાર્જશીટ રજૂ કરવા જ આટલા દિવસ લગાવે તો ચુકાદો કેવી રીતે આવે.

ખુલ્લા મેદાનમાં નરાધમ ગાંજો અને દારૂ પીવા આવતો હોવાથી જગ્યા ખબર હતી

નરાધમ જે જગ્યા પર બાળકી પર રેપ કર્યો હતો તે જગ્યા પર તે ગાંજો અને દારૂ પીવા માટે દરરોજ જતો હતો. પાઇપોની આજુબાજુથી ઢગલાબંધ દારૂની બોટલો અને દારૂની પોટલીઓ જોવા મળી હતી.

નવાગામના બળાત્કારીને પકડવા તમામ પોલીસ સ્ટેશનના 5-5 માણસો બોલાવાયા

નવાગામના બળાત્કારના ગુનામાં આરોપી હજુ ભાગતો ફરે છે, ઉચ્ચ પોલીસ અધિકારીએ દરેક પોલીસ સ્ટેશનમાંથી 5-5 માણસોને બોલાવી બળાત્કારીને શોધવા માટે કામે લગાડયા છે. પોલીસના સ્ટાફે બાળકીના ઘરની આજુબાજુના 3 કિલોમીટરના એરિયામાં કોમ્બીંગ રાખી આરોપીને શોધવા કવાયત હાથ ધરી છે.

પીંખાયેલી બાળકી મોડી રાત્રે 1:45 વાગ્યે રડતાં-રડતાં ઘરે આવી

સુરત : નવાગામની પાછળ શ્રમજીવી પરિવાર રહે છે. પતિ કડિયાકામ કરે છે અને પત્ની વેસુ-સિટીલાઇટ વિસ્તારમાં ઘરકામ કરે છે. સંતાનમાં બે પુત્ર અને એક 5 વર્ષની દીકરી છે. શનિવારે રાત્રે 10.30 વાગ્યે બધા સૂઈ ગયા હતા. રાત્રે 1.45 વાગે દીકરીનો રડવાનો અવાજ આવતાં બધા જાગી ગયા હતા અને જોયું તો બાળકીના ગુપ્તાંગમાંથી લોહી નીકળી રહ્યું હતું. બાળકીએ કહ્યું કે, ગલીવાળો અંકલ તેને લઈ ગયો હતો. આસપાસમાં જોયુ તો કોઈ દેખાયું ન હતું. પરિવારે રાત્રે જ માસૂમ બાળકીને  ન લઈ જઈ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે  લઈ ગયા હતા. ત્યાં ઇ-વન વોર્ડમાં દાખલ કરાઈ છે. 11 વાગ્યે હોસ્પિટલમાંથી ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ડિંડોલી પોલીસ સ્ટેશને લઈ જઈને ફરિયાદ લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker