રાજકોટમાં ડિમોલિશનમાં ભાજપ અગ્રણીને કાયદાનું ભાન કરાવનાર PIની રાજકીય ઇશારે બદલી

રાજકોટ: મનપાની વિજિલન્સ શાખા દ્વારા રવિવારે બપોરે જ્યુબિલી નજીક આવેલા ભાજપના વોર્ડ નં.3ના પ્રભારી દિનેશ કારિયાની દુકાન પાસેનો ઓટલો તોડવાની કાર્યવાહી શરૂ કરતાં જ સત્તાના મદમાં બેફામ બનેલા દિનેશે કામગીરી કરી રહેલા સ્ટાફને ગાળો આપી હતી. આ સમયે દિનેશ કારીયા સાથે રાજકોટના એ ડિવીઝન પોલીસ મથકના પીઆઇ બી.પી. સોનારા દ્વારા માર મારવા સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. જેને લઇને રાજ્યના પોલીસ વડાએ તેમની તાત્કાલિક બદલી કરી અને આઇબીમાં મૂકી દેતો હુકમ કર્યાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ બદલી રાજકીય ઇશારે થઇ હોવાની ચર્ચા થઇ રહી છે.

ફડાકા ઝીંકાયાનું દિનેશએ ભાજપના પદાધિકારીઓને જણાવ્યું હતું

કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ અને બાંધકામો દૂર કરવા બે દિવસ અગાઉ પરાબજારમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ભાજપના અગ્રણી અને વેપારી આગેવાન દિનેશ કારીયાએ અધિકારીઓ સાથે દલિલો કરી હતી. તે વખતે ત્યાં પહોંચેલા એ ડિવીઝનના પીઆઇ બી.પી. સોનારા સાથે ઉગ્ર બોલાચાલી થતાં સ્થળ પર જ દિનેશને ફડાકા ઝીંકાયાનું દિનેશએ ભાજપના પદાધિકારીઓને જણાવ્યું હતું. તેમજ દિનેશ કારીયાની અટકાયત કરી તેમના પગમાં ઓપરેશન કરી અને સળીયા બેસાડવામાં આવ્યા હોવા છતાં તેઓને પીઆઇ સોનારાએ નીચે આરોપીની માફક બળજબરીથી બેસવાની ફરજ પાડી હતી. આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.

ઘટનાની તપાસ એસપીને સોંપાઇ હતી

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે એસીપી કક્ષાના અધિકારીને આ ઘટનાની તપાસ સોંપી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ તપાસના પ્રાથમિક તારણો રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને મોકલવામાં આવતા તેઓએ તાત્કાલિક અસરથી એ ડિવીઝનના પીઆઈ બી.પી. સોનારાની આઈબી વિભાગમાં બદલી કરતો હુકમ કર્યો છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here