વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે 1100 કરોડના કામોનું લોકાર્પણ કરશે. પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ આપી હતી. વડાપ્રધાને આજે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પાટનગરના ગાંધીનગર કેપિટલથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્મા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો પણ જોડાયા હતા.
પીએમ મોદીએ સૌને મજામાં? કહીને સંબોધન શરૂ કર્યું હતું. નવા ભારતની નવી ઓળખમાં આજે વધુ એક કડી જોડાઈ રહી છે. હું તક મળે ત્યારે પોતે આ પ્રોજેક્ટ્સને જોવા રૂબરૂ આવીશ. આજે દેશમાં એવા ઈન્ફ્રાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું એક કેરેક્ટર છે. એક સમયે સાબરમતી નદીના હાલ કેવા હતા? આજે એક પ્રકારથી આખી ઈકો સિસ્ટમ બદલાય ગઈ છે. સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટ્સ છે જે રિક્રિએશન અને ક્રિએટિવીટીને એકબીજા સાથે સાંકળે છે. આમાં ખેલકૂદ છે, મોજમસ્તી છે અને બાળકોને કંઈક નવું શીખવે છે. બાળકો માતા-પિતા પાસે અવનવા રમકડાની જીદ્દ કરે છે. ડાયનોસોર માગે છે, પણ તેના વિકલ્પ સાયન્સ સિટીમાં મળે છે. એક્વેટિક ગેલરી તો એશિયાની ટોપ એક્વેરિયમમાંની એક છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, 35 વર્ષ પછી ગાંધીનગર સ્ટેશનની કાયાપલટ થઈ છે. 2 નવી ટ્રેન આજથી શરૂ થવા જઈ રહી છે.
પીએમ મોદીએ આજે વડનગર રેલવે સ્ટેશનનું વરચ્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ એ જ રેલવે સ્ટેશન છે, જ્યાં પીએમ મોદી એક સમયે ચા વેચતા હતા. વડનગર રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઉદઘાટનની સાથે વડનગર બ્રોડગેજ સેન્ટ્રલ રેલવેના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાશે. તેને વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કટિ અંતર્ગત બનાવવામાં આવ્યુઁ છે. વડનગર સ્ટેશનની ઈમારત પથ્થરના નક્શીકામથી બનાવાઈ છે.
સમગ્ર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે. સ્ટેશન પર બે મુસાફર પ્લેટફોર્મ અને ફૂટઓવર બ્રિજ છે. આ સાથે જ મુસાફરો માટે કેફેટેરિયા અને વેઈટિંગ રૂમ પણ બનાવાયો છે. પીએમ મોદીના બાળપણ સાથે આ યાદો જોડાયેલી છે. જ્યારે તેઓ પોતાની ચાની કીટલી પર કામ કરતા હતા અને ટ્રેનના મુસાફરોને ચા આપતા હતા.