Amar Jawan Jyoti પર છેડાયેલા વિવાદ વચ્ચે નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત

અમર જવાન જ્યોતિ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ઈન્ડિયા ગેટ પર મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

વડા પ્રધાને કહ્યું કે જ્યાં સુધી નેતાજીની ગ્રેનાઈટ પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તે જગ્યાએ તેમની હોલોગ્રામ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેઓ 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિના અવસરે આ હોલોગ્રામ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે.

PM એ ટ્વીટ કર્યું, “એવા સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે, મને જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતના ઋણનું પ્રતિક હશે.”

આ સાથે જ પીએમ મોદીએ સોમનાથ મંદિર ટ્રસ્ટના સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “આઝાદી બાદ દિલ્હીના અમુક પરિવારોને જ નવું બાંધકામ મળ્યું. અમે દેશને આ સંકુચિત વિચારસરણીમાંથી બહાર કાઢ્યો છે અને નવા રાષ્ટ્રીય સ્મારકો બનાવી રહ્યા છીએ અને હાલના સ્મારકોને ગૌરવ અપાવી રહ્યા છીએ.”

Scroll to Top