મોદી કેબિનેટ દ્વારા 23,000 કરોડના હેલ્થ પેેકેજની જાહેરાતઃ ખેડૂતો માટે પણ લેવાયો મોટો નિર્ણય

મોદી કેબીનેટ વિસ્તારના એક દિવસ બાદ જ પોતાની નવી ટીમ સાથે વડાપ્રધાન મોદીએ આજે વર્ચ્યુઅલ બેઠક કરી. આ બેઠકમાં કૃષી અને સ્વાસ્થ્ય ક્ષેત્રો સહિત કેટલાય મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા. આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, ખેડૂતોને મંડી દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.

સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવીયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા હેલ્થ ઈમરજન્સી માટે 23,000 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, 8000 કરોડ રાજ્ય સરકારોને આપીશું. માંડવીયાએ કહ્યું કે, દેશમાં 4 લાખથી વધારે ઓક્સિજન બેડ ઉપ્લબ્ધ છે. તેમણે કહ્યું કે, કોરોના હોસ્પિટલ 163 થી વધીને 4389 થઈ ગઈ છે અને ઓક્સિજન બેડોને 50,000 થી વધારીને 4,17,396 કરી દેવામાં આવ્યા છે.

તો બીજી તરફ તોમરે કહ્યું કે, આ બેઠકમાં ખેડૂતોના હિત અંગે ચર્ચા કરવામાં આવી છે. કૃષિ મંડળીઓને વધુ સંસાધનો આપવામાં આવશે. માર્કેટ યાર્ડ ખતમ થવાના નથી. તોમરે કહ્યું, આપણા દેશમાં એક મોટો વિસ્તાર છે, જ્યાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે. નાળિયેરનું ઉત્પાદન વધારવા માટે 1981માં નાળિયેર બોર્ડની રચના કરવામાં આવી હતી. સરકાર આ બોર્ડમાં સુધારો કરવા જઈ રહી છે. બોર્ડના અધ્યક્ષ ખેડૂત પૃષ્ઠભૂમિના હશે અને તે જમીનની સ્થિતિને બરાબર સમજી શકશે. આ ઉપરાંત એક્ઝિક્યુટિવ પાવર માટે સીઇઓ બનાવવામાં આવશે. બોર્ડમાં બે પ્રકારના સભ્યો હશે.

Scroll to Top