જમ્મૂ-કાશ્મીરના રાજકારણમાં ફરીએકવાર ફેરબદલ થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડાપ્રધાન મોદીએ 24 જૂનના રોજ જમ્મૂ-કાશ્મીરની તમામ રાજનૈતિક પાર્ટીઓની એક મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રના નેતાઓ પણ જોડાઈ શકે છે. આ મીટિંગમાં જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.
ચર્ચા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે, અને પીએમ મોદીનાં નિવાસસ્થાને આ બેઠક યોજાશે, જેમાં પુર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા, તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા,કોંગ્રેસનાં અગ્રણી નેતા ગુલામ નબી આઝાદ, અને પીડીપીનાં નેતા મહેબુબા મુફ્તીનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત કોંગ્રેસનાં નેતા તારા ચંદ, પીડીપીનાં મુઝફ્ફર હુસેન બેગ, બીજેપીના નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તા, સીપીઆઇ(એમ)નાં મોહમ્મદ યુસુફ તારાગામી, જમ્મુ-કાશ્મિર અપની પાર્ટીનાં નેતા અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફ્રન્સનાં સજ્જાદ લોન, પેન્થર્સ પાર્ટીનાં નેતા ભીમ સિંહને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.