અમદાવાદ શહેરમાં ફરી એક વખત પોલીસની વર્દીને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. બંદોબસ્તમાં ગોઠવેલા પોલીસ કર્મચારી દ્વારા જ ગંભીર ગુનો આચરવામાં આવ્યો છે. ફરજ પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ રહેલ શિક્ષિકાની છેડતી કરી અને પોલીસ જ આરોપી કર્મચારી જ આરોપી બની ગયો છે.
જ્યારે ફરી એક વખત ખાખીને બદનામ કરનારી ઘટના સામે આવી છે. શનિવારના રોજ ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલોપમેન્ટ અધિકારી વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં નવા નરોડામાં આવેલી એક સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યું હતું. ત્યારે એક શિક્ષિકા પરીક્ષામાં નિરીક્ષક તરીકે નોકરી કર્યા બાદ પરીક્ષા પૂર્ણ થતા કામગીરી પૂર્ણ કરી બપોરના સમયે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વાહન લઇને નીકળતા હતા. આ સમયે ખાખી વર્દીમાં બંદોબસ્તમાં આવેલા મહિપતસિંહ નામના પોલીસ કર્મચારી દ્વારા મહિલા શિક્ષિકાની છાતી પર હાથ અડાવી છેડતી કરવામાં આવી હતી. જે અંગે ગુનો દાખલ કરાતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
તેમ છતાં મહિલા શિક્ષિકા દ્વારા બૂમાબૂમ કરતાં અન્ય સ્ટાફના લોકો ત્યાં આવી ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતાં કૃષ્ણનગર પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ શરુ કરી હતી. મહિલા શિક્ષિકાની ફરિયાદ લઇ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ગોહિલ સામે ફરિયાદ દાખલ કરતા પોલીસે છેડતીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે પુછપરછ કરતા આરોપી પોલીસકર્મી સામે ગુનો પણ ખુલ્યો હતો. જેના કારણે તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.