ખેડૂતોને સૌથી મોટી બજેટમાં ગિફ્ટ, 6000 રૂપિયા આ રીતે ખેડૂતોના ખાતામાં થઇ જશે જમા.
ચૂંટણી વર્ષમાં યુનિયન બજેટથી સરકારની કોશિષ તમામ વર્ગોને ગિફ્ટ આપીને ખુશ કરવાની છે. ખેડૂતો માટે આ બજેટમાં કેટલીય મોટી જાહેરાત કરવાની આશા કરાઇ રહી હતી. કાર્યકારી નાણાં મંત્રી પિયૂષ ગોયલે ખેડૂતોને નિરાશ ના કરતાં તેમના માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે.
ખેડૂતો માટે કિસાન વિકાસ સમ્માન યોજના મળશે. નાના ખેડૂતો જેમની પાસે 2 હેકટર (લગભગ 5 એકર) સુધી જમીનવાળા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6000 રૂપિયા આવશે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને આ રકમ મળી શકશે. તેના માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ અપાશે. મળતી માહિતી પ્રમાણે પહેલો હપ્તો થોડાંક જ સમયમાં એટલે કે ત્રણ સપ્તાહની અંદર જ જમા કરાવાશે.
આ નાણાં ત્રણ હપ્તામાં 2000 રૂપિયાના દરે જમા કરાવાશે. કેન્દ્ર સરકારને આ યોજનાથી 75000 કરોડનું ભારણ વધશે.ત્રણ રાજ્યોમાં મળેલી વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી જ આશા વ્યકત કરાઇ રહી હતી કે ખેડૂતોને ખાસ ગિફ્ટ આપી મોદી સરકાર ખુશ કરશે.
ગોયલે પોતાના બજેટ ભાષણમાં એ પણ કહ્યું કે મોદી સરકારના અંદાજે પાંચ વર્ષમાં ખેડૂતોની આવક લગભગ બમણી થઇ ગઇ છે.
મધ્યમ વર્ગના પગારદારોને આકર્ષવા માટે મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં મોટી જાહેરાત કરી દીધી છે. કાર્યવાહક નાણાંમંત્રી પિયૂષ ગોયલે નોકરિયાત વર્ગ માટે ગ્રેજ્યુટી પેમેન્ટ પર મોટા લાભની જાહેરાત કરી તો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની આર્થિક સુરક્ષા વધારવા માટે ખાસ જાહેરાતો કરી. સાથો સાથ તેમણે કહ્યું હવે એમ્પલોયીઝની નેશનલ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) માં સરકાર પોતાના તરફથી 14 ટકા યોગદાન કરશે.
આવો જોઇએ આ સંબંધમાં સરકારની મોટી જાહેરાતો
- ગ્રેજ્યુઇટી પેમેન્ટની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારી 30 લાખ રૂપિયા કરી દેવાઇ છે.
- ગ્રેજ્યુઇટીમાં કંટ્રિબ્યુશનની મર્યાદા 15000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા કરી દેવાઇ.
- સર્વિસ દરમ્યાન જો કોઇ શ્રમિકનું મૃત્યુ થાય તો EPFOમાંથી મળનાર સહાયતા રકમ 2 લાખ રૂપિયાથી વધારી 6 લાખ રૂપિયા કરી દેવાઇ છે.
- હવે 25 હજારની કમાણી કરનારને ESIમાં કવર મળશે.
- હવે કર્મચારીઓના એનપીએસમાં સરકાર પોતાની તરફથી 14 ટકાનું યોગદાન કરશે.
- સ્થાનિક કામદારો માટે પેન્શન યોજના.
- ન્યૂ પેન્શન સ્કીમમાં સરકારની ભાગીદારી વધારી.
- પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ મળશે.
- આ વર્ષથી આ સ્કીમ લોન્ચ કરાઇ છે. અત્યારે આ યોજના માટે 500 કરોડ રૂપિયા આપ્યા છે. આગળ જરૂર પડવા પર વધુ ફંડ ફાળવાશે.
- આ યોજના અંતર્ગત 15000 રૂપિયા દર મહિના સુધી કમાનાર અંદાજે 10 કરોડ શ્રમિકોને લાભ મળશે.
ગ્રેજ્યુઇટીમાં મોટો ફાયદો
ગ્રેજ્યુઇટીની મર્યાદા 15000 રૂપિયાથી વધારીને 21000 રૂપિયા કરી દેવાઇ. ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખથી વધારી 20 લાખ રૂપિયા કરાઈ છે.
દરેક શ્રમિક માટે ન્યૂનતમ પેન્શન હવે 1000 રૂપિયા થઇ ચૂકયું છે. નવી પેન્શન યોજના શરૂ. યોજનામાં દર મહિને 55 રૂપિયા આપવા પડશે. રિક્ષા અને કચરો વીણનારાઓને પણ આ સ્કીમથી ફાયદો થશે. 60 વર્ષ પૂરા થયા બાદ દર મહિને 3000 રૂપિયા મળશે. આ પેન્શન યોજના આ નાણાંકીય વર્ષમાં શરૂ થશે.
આવી જ રીતે મોદી સરકારે ચૂંટણી લક્ષી બજેટ રજૂ કર્યું હતું.