News

પોતાના બાળકો ની સાથે,ડ્રાઈવર અને કૂક ના બાળકો ને પણ એકજ સ્કૂલ માં ભણાવ્યા.જાણો બીજી રસપ્રદ વાતો.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી કાલે અંતિમ શ્વાસ લીધા.અને આજે તેમને 2 વાગ્યે અંતિમ વિદાય આપવામાં આવશે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ કાલે પોતાના અંતિમ શ્વાસ લીધા.

તેમનું રાજકીય જીવન વિલક્ષણ ઉપલબ્ધિઓથી ભરાયેલું રહ્યું.જે બીજા હાથને પણ ખબર પડતી નથી. પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ પણ કંઇક આવું કર્યું હતું.

જેટલી પોતાના ખાનગી સ્ટાફના જીવન સ્તરને ઉંચું ઉઠાવા માટે કેટલીય મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા હતા.

તેમના પરિવારની દેખરેખ પણ પોતાના પરિવારની જેમ જ કરતા હતા. કારણ કે તેઓને પોતાના પરિવારનો હિસ્સો માનતા હતા. બીજીબાજુ કર્મચારી પણ પરિવારના સભ્યની જેમ જેટલીની દેખભાળ કરતા હતા.

તેમણે સમય પર દવા આપવાની હોય કે ડાયટ, બધાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા.જેટલી એ એક અઘોષિત નીતિ બનાવી રાખી હતી, તેના અંતર્ગત તેમના કર્માચરીઓના બાળકો ચાણ્કયપુરી સ્થિત આવેલી કાર્મેલ કૉન્વેંટ સ્કૂલમાં ભણતા હતા.

જ્યાં જેટલીના બાળકોએ અભ્યાસ કર્યો. જો કોઇપણ કર્મચારીનો પ્રતિભાશાળી બાળક વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક હોય તો તે વિદેશમાં અભ્યાસ કરવા જતો હતો.

જ્યાં જેટલીના બાળકો ભણ્યા હતા. ડ્રાઇવર જગન અને સહાયક પદ્મ સહિત 10 કર્મચારી જેટલી પરિવારની સાથે છેલ્લાં બે-ત્રણ દાયકાથી જોડાયેલા છે.

તેમાંથી ત્રણના બાળક હજુ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે.સહયોગીનો એક દીકરો ડૉકટર, બીજો દીકરો એન્જિનિયર જેટલી પરિવારના ખાણી-પાણીની પૂરી વ્યવસ્થા જોનાર જોગેન્દ્રની બે દીકરીઓમાંથી એક લંડનમાં અભ્યાસ કરી રહ્યો છે.

સંસદમાં પડછાયાની જેમ જેટલીની સાથે રહેનાર સહયોગી ગોપાલ ભંડારીનો એક દીકરો ડૉકટર અને બીજો એન્જિનિયર બની ગયો છે.

આ સિવાય સ્ટાફમાં સૌથી અગત્યનો ચહેરો સુરેન્દ્ર હતો. તેઓ કો્રટમાં જેટલીની પ્રેક્ટિસના સમયથી તેમની સાથે હતા. ઘરની ઓફિસથી લઇને બાકીના તમામ કામ પર નજર રાખવાની જવાબદારી તેમની જ હતી. જે કર્મચારીઓના બાળકો એમબીએ કે કોઇ અન્ય પ્રોફેશનલ કોર્સ કરવા માંગતા હતા.

તેમાં જેટલી ફી થી લઇ નોકરી સુધીની તમામ વ્યવસ્થા કરતા હતા. જેટલી એ 2005મા પોતાના સહાયક રહેલા ઓપી શર્માના દીકરા ચેતનને લૉના અભ્યાસ દરમ્યાન પોતાની 6666 નંબરની એસેન્ટ કાર ગિફ્ટમાં આપી હતી.

બાળકોથી લઇ સ્ટાફ સુધી તમામને ચેકથી પૈસા આપતા હતા.જેટલી નાણાંકીય મેનેજમેન્ટમાં સાવધાની રાખતા હતા. એક સમયે તેઓ પોતાના બાળકો (રોહન અને સોનાલી)ને ખિસ્સા ખર્ચના પણ ચેકથી આપતા હતા.

એટલું જ નહીં સ્ટાફને પગાર અને મદદ બધું જ ચેકથી આપતા હતા. તેમણે વકાલતની પ્રેક્ટિસના સમયે જ મદદ માટે વેલફેર ફંડ બનાવી લીધું હતું.

તેના ખર્ચનું મેનેજમેન્ટ એક ટ્રસ્ટ દ્વારા કરાતું હતું. જે કર્મચારીઓના બાળકો સારા માર્કસ લાવે છે તેમણે જેટલીની પત્ની સંગીતા જેટલી પણ ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરે છે.

આવા પ્રભાવશાળી વ્યક્તીત્વ ધરાવતા વ્યક્તિ ના અવસાન બાદ જાણે સમગ્ર દેશમાં માતમ છવાઈ ગયું છે.અને અહીં ભાજપ ના એક યુગ નો અંત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker