Smartphone ને વધારે દમદાર બનાવે આ એન્ડ્રોઈડ એપ્સ
ગૂગલ પ્લે સ્ટોર પર ૨૦ લાખથી વધારે એપ હાજર છે. તેમાં ઘણી બધી એવી એપ્સ પણ છે, જેની મદદથી તમે તમારા Smartphone ને કસ્ટમાઈઝ કરીને શ્રેષ્ઠ બનાવી શકો છો. અમે લાવ્યા છીએ તમારા માટે એવી કેટલીક ફ્રી એન્ડ્રોઈડ એપ, જે તમારા Smartphone નાં અનુભવને વધારે શાનદાર બનાવશે.
1. Flynx પર ઉઠાવો મોબાઈલ બ્રાઉઝીંગની મજા
મોટાભાગે લોકો સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરે છે. પરંતુ ફોન પર ટ્વીટર, ફેસબુક એટલું સુવિધાજનક નથી હોતું, જેટલું ડેસ્કટોપ અથવા લેપટોપ પર હોય છે. ડેસ્કટોપ પર તમે લીંકને બેકગ્રાઉન્ડ ટેબમાં ખોલી શકો છો અને કેટલાંક બીજા પેજ ખોલી શકો છો. પરંતુ મોબાઈલમાં તમે એક જ પેજ ખોલી શકો છો, આ સમસ્યાનું સમાધાન છે Flynx એપ. આ એપ લીંક વાંચે છે અને તેણે બેકગ્રાઉન્ડમાં લોડ કરે છે. જો તમારે કંઇક વાંચવું હોય તો લીંક ઓટોમેટીક પોપ-અપ થઇ જશે. જેથી તમે તેને ટેપ કરીને વાંચી શકો છો અને ડીસમીસ પણ કરી શકો છો.
2. Notif થી મેનેજ કરો નોટિફિકેશન
એન્ડ્રોઈડ સ્માર્ટફોનની નોટિફિકેશનથી તમને ખબર પડે છે કે, તમારા સ્માર્ટફોનમાં રહેલ કઈ એપ અપડેટ થઈ છે, પરંતુ તમે રીયલ લાઈફમાં પણ તેનાથી નોટિફિકેશન ક્રિએટ કરી શકો છો. Notif એપની મદદથી તમે લીસ્ટ બનાવી શકો છો, રીમાઇન્ડર સેટ કરી શકો છો અને વોઈસ નોટ પણ બનાવી શકો છો. તમે તેના માટે નોટિફિકેશન પણ સેટ કરી શકો છો અને સ્વાઇપ કરીને તેણે બંધ પણ કરી શકો છો.
3. Pie Control થી મોટી ડિસ્પ્લે પર સરળતાથી કરો કામ
હવે મોટી સ્ક્રીનવાળા ફોનનું ચલણ ઘણું વધી રહ્યું છે. કેટલાક મૌકા પર આ સુવિધાજનક લાગે છે તો કેટલીક વાર તેનાથી થોડી અસુવિધા પણ થાય છે. મોટી ડિસ્પ્લે પર ગેમ રમવા અથવા વિડીયો જોવામાં મજા આવે છે. પરંતુ એક હાથ વડે ફોનનો ઉપયોગ કરવાનું સંભવ નથી રહેતું. Pie Control એપ આ સમસ્યાને દૂર કરે છે અને ફોનનાં બોટમ કોર્નરમાં પાઈ શેપની કન્ટ્રોલ પેનલ એક્ટીવેટ કરી દે છે. તેમાં સામાન્ય ઇન્ટરફેસ કન્ટ્રોલ હોય છે અને એપ આઇકોન પણ એડ કરી શકાય છે. જરૂર પડ્યે તે બટન શો થાય છે અને પછી તે ઓટોમેટીક ગાયબ થઇ જાય છે.
4. Universal Copy
એન્ડ્રોઈડ પર કોપી-પેસ્ટ કરવું સરળ છે, પરંતુ કેટલાંક મોકા પર આ કામ નથી કરતું. તેથી જ યૂનિવર્સલ કોપીનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી તમારી ટ્વીટ્સ, યૂટ્યૂબ અને ઈંસ્ટાગ્રામનું ડિસ્ક્રિપશન પણ કોપી કરી શકો છો. યૂનિવર્સલ કોપીથી તમે કોઈ પણ એપથી ટેક્સ્ટ કોપી પેસ્ટ કરી શકો છો. બસ તમારે લોંગ પ્રેસ કરવાનું રહેશે અને ટેક્સ્ટ કોપીનો ઓપ્શન આવશે.
5. નોવા લોન્ચરથી કસ્ટમાઈઝ કરો ફોન
પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનને નવી રીતે કસ્ટમાઈઝ કરવું છે તો નવું લોન્ચર ઇન્સ્ટોલ કરો. ઘણા બધા ઓપ્શન તમે પસંદ કરી શકો છો, જેમાં નોવા ઓપ્શન સર્વશ્રેષ્ઠ લોન્ચર્સમાંથી એક છે. નોવા લોન્ચર તેજ, સ્ટેબલ અને કસ્ટમાઈઝેશન છે. તેનું ડિફોલ્ટ સેટિંગ્સ શાનદાર છે, પરંતુ તમે પોતાની પસંદનાં હિસાબથી વધુ બદલાવ પણ લાવી શકો છો. તેનાથી તમે આઈફોન પેક ઉપયોગ કરી શકો છો અને વિજેટને રીસાઈઝ પણ કરી શકો છો. તમે બીજા પણ કેટલાક પ્રકારનાં સેટિંગ્સ કરી શકો છો.