આણંદમાં એક પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીને નવજીવન આપી હોસ્પિટલની ટીમે એક ગરીબ પરિવારનો દિકરાનો જીવ બચાવી પરિવારને દિવાળીની ખુશીઓ ભેટ આપી છે. જે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જીલ્લા શાખામાં રહેતા વિદ્યાર્થી રાઉત નરેશભાઈ કે જેઓ સુલિયા ગામનો રહેવાસી છે.
હોસ્પિટલે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીના સારવારનો 7 લાખનો ખર્ચ માફ કર્યો છે. આ તબક્કે પીડિત દર્દીના પરિવારજનોએ આણંદ સાંસદ, હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો અશ્રુભીના હૃદયે આભાર વ્યક્ત કર્યો હતો. જો કે વિધાર્થી નરેશભાઈ 100% પ્રજ્ઞાચક્ષુ છે.
જો કે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી નરેશભાઈ વેકેશન અર્થે વલસાડ ગયો હતો. જ્યાંથી નવા એડમિશન માટે તે આણંદ આવવાનો હતો. તે દિવસ પહેલા તેના ઘરે તેનાથી અજાણતા કોઈક ઝેરી વસ્તુ તેના દાંતે બ્રશ કરતી વખતે ઘસી લેવાઈ હતી. જે અંગે તે જાણતો ન હતો. જયારે તે આ ઘટના બાદ બીજા દિવસે તે આણંદ આવ્યો હતો અને અહીં ખાવાપીવામાં તે ઝેરી વસ્તુની અસર વધુ ઝેરી બનતા તેને 22 સપ્ટેમ્બર 2021ના રોજ ફૂડ પોઇઝનની અસર વર્તાઈ હતી. જેને લઈને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રજ્ઞાચક્ષુ વિધાર્થી નરેશે થોડા દિવસો પહેલા સવારે બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટ ની જગ્યાએ ઉંદર મારવાની દવા આવી જતાં તેનો ઉપયોગ બ્રશ કરવામાં કરી દીધો હતો. ત્યારબાદ તેની રાત્રે ભોજન પછી એકદમ જ તબીયત લથડતા તેને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સ્વાસ્થ્ય વધુ બગડતા તેને ICU માં દાખલ કરવામાં આવ્યો હતો.
જો કે આ દરમિયાન તેને સતત એક મહિના સુધી તેની સારવાર કરવામાં આવી હતી અને આ તમામ સારવાર નો ખર્ચ લગભગ 6 થી 8 લાખ રૂપિયા જેટલો થાય છે, જેને લઈને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ ના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ અને સંસ્થાના સ્વયંસેવક ચિરાગભાઈ એ સાંસદ કાર્યાલય ખાતે આ મામલે સંપર્ક કર્યો હતો અને સાંસદ મિતેષભાઈ પટેલને આ સમગ્ર બાબત જણાવી હતી.
ત્યારે આ સમગ્ર મામલે સાંસદ એ કરમસદ હોસ્પિટલમાં આ વાત કરીને આ પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીનો તમામ ખર્ચ માફ કરવા માટે જણાવ્યું હતું. જો કે હાલમાં પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીને એક મહિના સુધીની સઘન સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી છે. આ પ્રસંગે હોસ્પિટલ ડોકટર, સ્ટાફ અને ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. આણંદ સાંસદે આ દર્દીની સારવારમાં અંગત રસ દાખવ્યો હતો અને આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને પોતાના સાંસદ રથમાં વલસાડ ઘરે રવાના કર્યો હતો. નરેશ ઝીપરભાઈ રાઉત (ઉ.19) બંને આંખે સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ છે.