કેટલાક લોકો એટલા પ્રેંકસ્ટર હોય છે કે, રોડ પર પણ મજાક કરવાની તક છોડતા નથી. પરંતુ આ ચક્કરમાં તેમને એ વાતનો પણ ખ્યાલ નથી રહેતો કે સામે વાળા પર આની શું અસર થશે. સોશિયલ મીડિયા પર એક પ્રેંક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક મહિલાએ પોતાની સહેલી સાથે ભયાનક પ્રેંક કર્યું છે. આને જોઈને લોકો હસવું રોકી શકતા નથી.
View this post on Instagram
આ વાયરલ વિડીયોમાં એક મહિલા બેંચ પર બેઠી છે. ત્યાં જ તેની સહેલી આવે છે અને તે પેલી મહિલા જ્યાં બેઠી છે ત્યાં પેપર ક્રાફ્ટની કોઈક આઈટમ્સ મૂકી દે છે આ ક્રાફ્ટ્સ તે મહિલાના સાથે ચોંટી જાય છે અને તેણીની પૂંછડી બની જાય છે. આ મહિલાને ખબર જ નથી કે તે રંગબેરંગી પૂંછડી લઈને રોડ પર ફરી રહી છે.
બંન્ને સહેલીઓ વાતો કરતા રોડ પર ચાલી રહી હતી અને આસ-પાસના લોકો તેને સતત જોઈ રહ્યા હતા. ત્યાં સુધી કે રોડ પર ફરી રહેલું એક શ્વાન પણ ખૂબ જ આશ્ચર્યજનક રીતે બંને સહેલીઓને જોઈ રહ્યું હતું. છોકરીને છેક મોડા ખબર પડી કે તેની સાથે મજાક થયું છે અને તે પેપર ક્રાફ્ટને પૂંછડીની જેમ લટકાવીને ફરી રહી છે.