ખેડૂતોને પડતા પર પાટુંઃ રાસાયણિક ખાતરના ભાવમાં 15 દિવસમાં બીજી વખત વધારો

આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ ઝોનમાં વરસાદની ઘટ રહી છે. અનેક જગ્યાએથી પાક બળી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો પોતાના ગામ કે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. 15 દિવસમાં ફરી એક વખત રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થયો છે.

મંગળવારથી સરકારે ખેડૂતો પર વધુ બોજ આપ્યો છે. આજથી ડીએપી અને એએસપીના ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ડીએપીના ખાતરના ભાવમાં એક થેલી દીઠ રૂ. 60ની વધારો કરવામાં આવ્યો છે જ્યારે એએસપીના ખાતરના ભાવમાં રૂ. 25નો વધારો કરવામાં આવ્યો છે.

પહેલા ડીએપી રૂ. 1360ના ભાવે મળી રહ્યું છે, જે આજથી રૂ. 1400ના ભાવે મળશે. એએસપી રૂ. 1015માં મળી રહ્યું હતું, ભાવ વધારા બાદ નવી કિંમત 1040 થશે. નોંધનીય છે કે આજથી પંદર દિવસ પહેલા જ એનપીકે અને ડીએપીના ખાતરના ભાવમાં વધારો થયો હતો. હવે ફરીથી ખેડૂતો પર સરકારે નવો બોઝ નાખ્યો છે.

ઇફ્કો કંપનીના ભાવ વધારા બાદ હવે સરદાર કંપનીએ પણ ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ચોમાસું પાક પછી રવિ પાકની સિઝન શરૂ થાય તે પહેલા જ ખાતરના ભાવમાં વધારે ઝીંકવામાં આવતા ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here