ગુરુવારના રોજ પીએમ મોદી રાજકીય સંકટનો સામનો કરવા માટે પુડ્ડુચેરી પહોચ્યા, અને ત્યા તેમણે કહ્યું 2016 માં પુડ્ડુચેરીના લોકોને યોગ્ય સરકાર ન મળી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે લોકોને જે સરકાર મળી હતી તે સરકાર ખરેખરનમાં દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડની સેવા કરવામાં વ્યસ્ત હતી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી પોતાનીજ પાર્ટીના ટોપ લીડરના ચપ્પલ ઉપાડવામાં એક્સપર્ટ રહ્યા હતા.
વડાપ્રધાને પુડ્ડુચેરીમાં પહોચીને લગભગ 3 હજાર કરોડના પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો. સાથેજ તેમણે ત્યા રેલી પણ કાંઢી હતી અને રેલીને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસના હાઈકમાન્ડ કલ્ચરથી પુડ્ડુચેરીને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સાથેજ તેમણે એવું પણ કહબ્યું કે પુડ્ડુચેરીમાં હવે હવા બદલાતી જોવા મળે છે.
આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે હાલ પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર પડી ભાંગી છે અને નારાયણસ્વામી ત્યાના મુખ્યમંત્રી હતા. અને તેઓ રાહુલગાંધીના ચપ્પલ ઉપાડતા પણ નજરે પડ્યા હતા. પુડ્ડુચેરીમાં જ્યારે પુર આવ્યું હતું ત્યારે રાહુલ ગાંધી ત્યા ગયા હતા. અ ત્યા તેમણે ચપ્પલ ઉતાર્યા ત્યારે નારાયણ સ્વામીએ તેમના ચપ્પલ ઉપાડ્યા હતા.
વડાપ્રધાન પુડ્ડુચેરીથી તમિલનાડું જવાના અને ત્યા તેઓ 12 હાજર 400 કરોડના ખર્ચે નવા પ્રોજેક્ટનું લોકાર્ફણ કર્યું અને આ લોકાર્પણ તેઓ કોઈમ્બતુરમાં કરવાના છે. વિધાન સભા ચૂંટણી થાય તે પહેલા ભાજપનું ધ્યન એસસી-એસટી અને લઘુમતી સમુદાયના વોટ પર પકડ બનાવાનું છે. એટલે કે ત્યાની 30 ટકા પબ્લીક પર ભાજપ હાલ પકડ બનાવી રહી છે.
વડાપ્રધાન મોદીએ ન્યેવેલીનો પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્ય જેના કારણે હવે તમિલનાડું, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને પુડ્ડુચેરીને પણ લાભ મળી રહેશે અને ચિદમ્બરનારના બંદર પર ગ્રિડથી જોડાયેલા પાંચ મેગાવાટ સોલર પાવપ પ્લાન્ટનો પણ તેઓ શિલાન્યાસ કરવાના છે.
મહત્વનું છે કે તમિલનાડું અને પુડ્ડુચેરીમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર પડી ભાંગ્યા બાદ ભાજપ દ્વારા એડીચેટીનું જોર લગાવામાં આવી રહ્યું છે, અને તેઓ તમિલનાડુંમા અન્નદ્રમુક સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતરશે.