જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ હશો તો પ્રિયા પ્રકાશને અત્યાર સુધી ઓળખી જ ગયા હશો. એક વીડિયોને કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગયેલી પ્રિયાના ફેન્સની સંખ્યા એકાએક લાખોની સંખ્યામાં વધી ગઈ છે.
પ્રિયાના વીડિયોને કરોડો લોકોએ જોયો છે. સોશિયલ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પ્રિયાએ અનેક દિગ્ગજોના રેકોર્ડની બરાબરી કરી છે. એક દિવસમાં તેના 6 લાખથી વધારે ફોલોવર્સ વધ્યા છે.
પ્રિયા પ્રકારશ કાઈલી જેનર અને રોનાલ્ડો જેવી હસ્તીઓની બરાબરી પર પહોંચી ગઈ છે. આ બન્ને સેલેબ્સના નામ પર એક દિવસમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોવર્સ મેળવવાનો રેકોર્ડ છે.
અમેરિકન મોડલ અને ટીવી પર્સનાલિટી કાઈલી જેનરને એક દિવસમાં 8 લાખથી વધારે અને ફુટબોલર રોનાલ્ડોને એક દિવસમાં 6 લાખથી વધારે લોકોએ ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યા હતા.