ભારતને જલ્દી જ કોરોના સામે લડવા માટે વધુ એક હથિયાર મળવા જઈ રહ્યું છે. એટલે કે વધુ એક કોરોના વેક્સિન સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ મામલે માહિતી આપતા સીમ ઈન્સ્ટીટ્યૂટે જણાવ્યું કે, આ સપ્તાહે કોરોના વેક્સિન “કોવેક્સના” પ્રથમ ખેપના પ્રોડક્શનની શરૂઆત કરી દેવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે એક નિવેદન આપતા કહ્યું કે, આ સપ્તાહે અમે નોવાવેક્સ તરફથી તૈયાર કરવામાં આવેલી કોરોના વેક્સિન કે જેને ભારતમાં કોવોવૈક્સ નામ આપવામાં આવ્યું છે, તેની પ્રથમ ખેપ બનવાની શરૂઆત કરી છે.
કોવોવેક્સની પ્રથમ બેચના નિર્માણની જાણકારી સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને આપી છે. પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, પુણેમાં અમારી ફેસેલીટીમાં આ આ સપ્તાહે કોવોવૈક્સની પ્રથમ બેચનું નિર્માણ થતું જોઈને હું રોમાંચિત છું. આ વેક્સિનમાં 18 વર્ષથી ઓછી ઉંમરની આપણી ભાવી પેઢીની રક્ષા કરવાની ક્ષમતા છે. આની ટ્રાયલ્સ ચાલી રહી છે. વેલ ડન ટીમ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા.
આ કોરોના વેક્સિન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ કોરોના વેક્સિન 18 વર્ષથી નાના બાળકોને સુરક્ષા કવચ પ્રદાન કરશે અને સૌથી મહત્વની વાત એ છે કે, આ વેક્સિન 90 ટકાથી પણ વધારે અસરકારક છે.