લક્ઝમબર્ગ: ટ્રાન્સપોર્ટ ફ્રી કરનારો યુરોપનો પ્રથમ દેશ બનશે, નહીં આપવું પડે ભાડું

સ્કૂલના બાળકોને ઘરથી સ્કૂલ આવવા-જવા માટે ફ્રી સર્વિસ પણ શરૂ કરી દેવામાં આવી.

યુરોપનો સાતમો સૌથી નાનો દેશ લક્ઝમબર્ગ આગામી વર્ષે ઉનાળા સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દેશે. આવું કરનાર લક્ઝમબર્ગ વિશ્વનો પ્રથમ દેશ બની જશે. આ હેઠળ લક્ઝમબર્ગમાં બસ, ટ્રેન અને ટ્રામથી મુસાફરી કરનારા લોકોએ કોઇ પણ પ્રકારનું ભાડું નહીં આપવું પડે.

ટ્રાફિક એક મોટી સમસ્યા

આ દેશની વસતી અંદાજિત 6 લાખ છે. ઓછી વસતી હોવા છતાં અહીં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે. આ જ કારણે સરકારે દેશના પર્યાવરણને બચાવવા અને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ખાસ યોજના બનાવી છે.

જેવિયર બેટલે બુધવારે લક્ઝમબર્ગના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. બેટલે ચૂંટણી અભિયાન દરમિયાન કહ્યું કે, તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરી દેશે.

લક્ઝમબર્ગની રાજધાની લક્ઝમબર્ગ સિટીની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વિશ્વના સૌથી ખરાબ ટ્રાફિકમાંથી એક ગણવામાં આવે છે.

એક લાખ 10 હજારની વસતીવાળા શહેરમાં 4 લાખ લોકો કામ કરવા માટે આવે છે, જ્યારે દેશની વસતી 6 લાખ છે.

સ્ટુડન્ટ્સને પહેલેથી જ મળી રહી છે સુવિધા

સરકારે પહેલેથી જ 20 વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ માટે ફ્રી ટ્રાન્સપોર્ટની જાહેરાત કરી હતી. સેકન્ડરી સ્કૂલના બાળકોને ઘરથી સ્કૂલ આવવા-જવા માટે ફ્રી સર્વિસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

કોઇ પણ વ્યક્તિને 2 કલાકથી વધુ યાત્રા કરવા માટે 1.78 પાઉન્ડ (160 રૂપિયા) જ ચૂકવવાના રહેશે. એટલે કે, 2,590 વર્ગ કિમી ક્ષેત્રફળવાળા દેશમાં ફરવા માટે કોઇ વ્યક્તિને 160 રૂ. જ ચૂકવવાના રહેશે.

લક્ઝમબર્ગમાં 2020થી અત્યાર સુધીની તમામ ટિકીટ બંધ કરી દેવામાં આવશે. તેથી ભાડાંના સંગ્રહ અને ટિકીટની ખરીદી પર નજર રાખવાની બચત થશે.

જો કે, ટ્રાન્સપોર્ટ માટે નીતિ કેવી રીતે તૈયાર થશે, સરકારે હાલ નક્કી નથી કર્યુ.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here