રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થા મુદ્દે પહેલા પણ મોદી ને આડે હાથ લીધા હતાં. આ વખતે રાહુલ ગાંધીએ મોદીનો મજાક કરતા તેમને “બેચેન્દ્રફ” જણાવ્યા હતાં. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને બેચેન્દ્ર એટલે કે બધું વેચવા વાળા મોદી ગણાવ્યા છે. તેમણે ટ્વિટમાં એક કાર્ટૂન પણ અટેચ કર્યું છે.
રાહુલ ગાંધીએ આ ટીપ્પણીએ રિપોર્ટ પછી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.બીપીસીએલના ખાનગીકરણના વિરોધમાં કર્મચારીઓ હડતાળની યોજના બનાવી રહ્યા છે.
ગયા અઠવાડિયે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, બીપીસીએલને છુપાઈને અને સંસદમાં પ્રસ્તાવ પસાર કર્યા વગર વેચવા માંગે છે. આ પ્રમાણેની આર્થિક નીતિઓનો કોઈ અર્થ નથી. 5 પીએસયુ કંપની વેચવાની તૈયારી.
સરકારે પાંચ મુખ્ય પીએસયુ પબ્લિક સેક્ટર યૂનિટ્સ માં ડિસઈન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ ભેગા કરવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમ, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન, નોર્થ ઈર્સ્ટન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિ.અને ટીએચડીસી ઈન્ડિયાના શેર વેચવાની મંજૂરી આપી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ બનાવ્યું છે.
સરકાર માત્ર ખોટમાં ચાલી રહેલી કંપનીઓમાં ડિસઈન્વેસ્ટમેન્ટ નથી કરતી. શરૂઆતની જે પાંચ કંપનીઓ- બીપીસીએલ, કૉનકોર, સીએસઆઈ, નીપકો અને ટીએચડીસીમે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે પસંદ કરી છે તેમાંથી 3 કંપનીઓ નફો કરી રહી છે. બીપીસીએલનો વર્ષ 2018-19 નો નફો 7 હજાર કરોડથી વધારે છે. કેટલો હિસ્સો વેચવાનું આયોજન છે જેનાથી સરકાર ને ખુબજ પૈસા મળવાના છે.
પીએસયુઅને શેર મુજબ જોવામાં આવે તો
- ભારત પેટ્રોલિયમ 53.29%
- શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 63.75%
- કન્ટેનર કોર્પોરેશન 30.00%
- નોર્થ ઈર્સ્ટન ઈલે. પાવર કોર્પોરેશન લિમિ 100%
- ટીએચડીસી ઈન્ડિયા 75.00%.
સરકારને કેટલા પૈસા મળશે
માત્ર ભારત પેટ્રોલિયમના શેરના વેચાણથી 54,055 કરોડ રૂપિયા મળશે. કન્ટેનર કોર્પોરેશનના શેરના વેચાણથી 11,051 કરોડ અને શિપિંગ કોર્પોરેશનના શેરના વેચાણથી અંદાજે 1282 કરોડ રૂપિયા મળશે.
કેન્દ્ર સરકારે માર્ચ 2020 સુધી ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 1.05 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એક જોતા દેશ ને અંધારા માં રાખી પૈસા પોતે પોતાના સુખ સાહેબી માં વાપરે છે.