રાહુલ ગાંધીએ પીએમ મોદીને કટાક્ષ કરતા કહ્યું કે, ‘ગુલાબી ચશ્મા’ ઉતારી નાખો

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોનાવાયરસની ગંભીર સ્થિતિને લઈને મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે, તેમને પોતાના તે ગુલાબી ચશ્માને ઉતારી નાખવા જોઈએ ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજક્ટ સિવાય બીજું કંઈ જોવા મળી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે, છેલ્લા થોડા દિવસોમાં રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર હુમલો કરી રહ્યા છે. ખાસકરીને તે હંમેશા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વાત કરે છે.

તેમણે ટ્વિટ કર્યું, “નદીઓમાં વહેતા મૃતદેહ, હોસ્પિટલોમાં લાંબી લાઇનો, જીવન સુરક્ષા છીનવાઇ! વડા પ્રધાન, તે ગુલાબી ચશ્મા ઉતારો, જેનાથી સેન્ટ્રલ વિસ્ટા સિવાય બીજું કઇ જોવા મળતું નથી.

રાહુલ ગાંધીએ કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં લોકોને એકબીજાની મદદ કરવા હાકલ કરી છે. તેમને કોરોના મહામારી સામેની જંગને મજબૂત કરવાના ઈરાદાથી ચલાવવામાં આવેલ સોશિયલ મીડિયા અભિયાન ‘સ્પીક અપ ટુ સેવ લાઈવ્સ’ હેઠળ લોકોથી આ સમયે એકજૂટ થવાની અપીલ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મિનિટનો વીડિયો શેર કરતા જણાવ્યું છે કે, ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ બેડ અને રસીની અછત છે અને લોકો તેના માટે સંઘર્ષ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, ‘આપણા દેશને આ મુશ્કેલ સમયમાં મદદરૂપ હાથની જરૂર છે. ચાલો, આપણે લોકોનું જીવન બચાવવા માટે પોતાના ભાગનું યોગદાન આપીએ.

Scroll to Top