ફક્ત 13 વર્ષની નોકરીમાં આ તલાટીએ ભેગી કરી કરોડોની મિલકત, લાંચમાં રોકડની જગ્યાએ લેતો હતો જમીન

ઇંદોર: 13 વર્ષની નોકરીમાં 18 લાખ રૂપિયા પગાર મેળવનારો તલાટી ઝાકિર હુસૈન કરોડો રૂપિયાનો માલિક નીકળ્યો. લોકાયુક્ત પોલીસે ગુરૂવારે ઇંદોરના શ્રીનગર મેઇનમાં તેના અને શ્રીનગર એક્સટેન્શનમાં તેના મામાના ઘર સહિત 6 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. તેમાં 5 લાખ રૂપિયાની સાથે મકાન, જમીન, ઘરેણા વગેરે ગેરકાયદેસર આવક હોવાનો ખુલાસો થયો. સંપત્તિ બજારભાવ પ્રમાણે 18 કરોડ રૂપિયાની હોઇ શકે છે. જેટલી પણ સંપત્તિ મળી, તે તેના મામા સાદિક અન્સારીના નામે જ નીકળી. સાદિક શાજાપુરમાં હત્યાનો આરોપી રહ્યો છે. ઝાકિર શ્રીનગર મેઇન સ્થિત જે ઘરમાં રહે છે, તે તેણે ભાડાનું હોવાનું જણાવ્યું છે. ઝાકિર ભૂમાફિયા અને બિલ્ડર સાથે મળીને પ્રોપર્ટી ખરીદતો-વેચતો હતો. લોકાયુક્ત પોલીસને તેના દ્વારા 20 પ્રોપર્ટી ખરીદવા-વેચવાના દસ્તાવેજો મળ્યા છે.

સંબંધીઓના નામે ગેમ કરતો હતો તલાટી

– ઝાકિર અને તેના મામા સાદિક અન્સારી અને તેમના પરિવારજનોના નામ પર 20 ખાતા મળ્યા છે. ઝાકિરની પાસે ‘મિલ્કી વે ફૂડ’ લખેલું સીલ મળ્યું છે.

– ઝાકિર એ વિશે કંઇપણ જણાવવાનો ઇન્કાર કરી રહ્યો છે. તેની પાસે બિચૌલી બાયપાસનો ઘણો મોટો વિસ્તાર હતો. તેના કાર્યકાળ દરમિયાન અહીંયા ઘણી કોલોનીઓનો વિકાસ થયો. તે સમયે અહીંયા જમીન આજે છે તેવી ન હતી.

– એવામાં કોલોનીઓનું કામ કરવાની અવેજીમાં ઝાકિરે કેશની જગ્યાએ જમીનના ટુકડા લેવાના શરૂ કર્યા. આવી જ એક કોલોની સિલ્વર સ્પ્રિંગમાં તેનો ત્રણ હજાર વર્ગફૂટમાં બંગલો પણ મળ્યો છે. જાણકારોનું કહેવું છે કે, બાયપાસવાળી કોલોનીઓની તપાસ કરવામાં આવે તો ત્યાં તેની હજુ વધુ જમીનો મળી આવશે.

પોલીસને જોઇને તે આઘાત પામી ગયો

– લોકાયુક્ત એસપી દિલીપ સોનીના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે સવારે 6 વાગે તેમના નેતૃત્વમાં પાંચ ડીએસપી, છ નીરિક્ષકો સહિત 25 સભ્યોની ટીમ પોલીસની સાથે ઝાકિર પટવારીના શ્રીનગર મેઇન સ્થિત ઘરે પહોંચી. ટીમને જોઇને તે આઘાત પામી ગયો.

– પોલીસના બીજા જૂથે પાસે જ શ્રીનગર એક્સટેન્શન સ્થિત અહિલ્યા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં ઝાકિરના મામા સાદિક અન્સારીને ત્યાં પણ તપાસ કરી. પટવારીના ઘરેથી બે ચાવીઓ મળી. તેણે જણાવ્યું કે આ ચાવીઓ તેની બે ખાનગી ઓફિસોની છે. બંને ઓફિસ હાઉસિંગ બોર્ડના શોપિંગ કોમ્પ્લેક્સ અને બંગાળી ચાર રસ્તા પર છે.

તલાટી ઝાકિરના ઘરેથી મળી આ સંપત્તિ

– બાયપાસ સ્થિત સિલ્વર સ્પ્રિંગ ટાઉનશિપમાં ત્રણ હજાર વર્ગફૂટનું ત્રણ માળનું મકાન.

– નેમાવર રોડ પર 2 વીઘા જમીન. ખજરાનામાં 520 વર્ગફૂટનું મકાન. શાજાપુરમાં 80 વીઘા જમીન, 1 દુકાન અને 1800 વર્ગફૂટનો પ્લોટ.
– ઉજ્જૈનની ટાઉનશીપમાં 1800 વર્ગફૂટનો પ્લોટ.
– ઝાકિરને ત્યાંથી 3,09,000 અને સાદિકને ત્યાંથી 1,72,000ની કેશ મળી.


– ઝાકિરના ઘરેથી સોનાના 175 ગ્રામ (કિંમત 4.75 લાખ), ચાંદીના 935 ગ્રામના ઘરેણા (કિંમત 25 હજાર) મળ્યા.
– ઝાકિરના પિતાના નામે એર્ટિગા અને સેન્ટ્રો કાર. સાદિકની પાસે ટાટા ટિયાગો તેમજ બોલેરો અને બે બાઇક મળ્યા.

આર્કિટેક્ટ સાથે તલાટીના સંબંધોની તપાસ

એબી રોડ સ્થિત શોપિંગ કોમ્પ્લેક્સમાં ઝાકિરની જે ઓફિસમાં કલેક્ટોરેટ અને તહેસીલ ઓફિસના જે દસ્તાવેજો મળ્યા હતા, તે ઓફિસ આર્કિટેક્ટ એન્જિનિયરની છે. ઝાકિર તેનું ભાડું નહોતો ભરતો. આ કારણે તપાસ કરવામાં આવી રહી છે કે ઝાકિર સાથે તેના શું સંબંધો છે? બની શકે કે તે ઝાકિરનો પાર્ટનર હોય. ઝાકિરને ત્યાં મળેલી આર્ટિકા કાર સાબિર અલી નામની વ્યક્તિના નામ પર હોવાનું જાણવા મળ્યું છે.

ફેસબુક પર કર્યો હતો વિદેશયાત્રાનો ઉલ્લેખ

લોકાયુક્ત એસપીના જણાવ્યા પ્રમાણે, ઝાકિરે પોતાના ફેસબુક અકાઉન્ટ પર વિદેશયાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. આ વિશે તપાસ કરવામાં આવી રહી છે. ઝાકિરની સાથે અન્ય ઓફિસરો વિરુદ્ધ પણ સીમાંકનમાં ગરબડની ફરિયાદ કલેક્ટરને મળી હતી. તમામની વિભાગીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. વિભાગીય તપાસની જાણકારી માટે કલેક્ટરને પત્ર લખ્યો છે.

10 વર્ષથી ઇંદોરમાં જ પદસ્થ છે ઝાકિર

– શાજાપુર જિલ્લાના મૂળ નિવાસી ઝાકિરનું પટવારી પદ પર સિલેક્શન 2003માં થયું હતું. 2005માં તેનું પોસ્ટિંગ શાજાપુરમાં થયું હતું. 3 વર્ષ પછી ઇંદોર ટ્રાન્સફર કરાવી લીધી. ત્યારથી તે ત્યાં જ છે. હાલ તેનો પગાર 30 હજાર છે. નિમણૂંક પછી 13 વર્ષમાં તેની આવક લગભગ 18 લાખ રૂપિયા થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top