GujaratNewsPolitics

ભાજપ સરકારની તરફદારી કરતા ક્યા પાટીદાર નેતાએ બદલ્યો સૂર? ભાજપની સરકારની શું કરી ટીકા?

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે શરૂ કરેલા ઉપવાસને ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે ત્યારે અત્યાર સુધી ભાજપની તરફેણ કરતા પાટીદાર નેતા જેરામભાઈ પટેલે પણ પોતાનો સૂર બદલ્યો છે.

શનિવારે સિદસરના ઉમીયાધામના આગેવાનો હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. ઉમીયાધામના આગેવાનોએ હાર્દિક પટેલને પાણી લેવા સમજાવ્યો હતો. આ મુલાકાત બાદ જેરામભાઈ પટેલે કહ્યું હતું કે, હાર્દિકે જળનો પણ ત્યાગ કર્યો એ ચિંતાનો વિષય છે અને તેને પાણી પીવા અમે સમજાવ્યો છે.

જેરામભાઈ પટેલે ભાજપ સરકારની ટીકા કરતાં કહ્યું કે, સરકારે બિન અનામત આયોગની રચના કરી છે પણ હજુય પાણીદારોના ઘણા પ્રશ્નો ઉકેલાયા નથી. તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારે પાટીદારોની લાગણી સમજવી જોઈએ અને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

સુરતની સોસાયટીઓમાં પાટીદારોના પ્રતિક ઉપવાસ સાથે શરૂ કરી ધૂન

પ્રતિક ઉપવાસ સાથે રામધૂન

હાર્દિક પટેલ દ્વારા અમદાવાદમાં તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યાં છે. ત્યારે સુરતમાં પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસની સાથે સાથે રામધૂનના આયોજન કરાવમાં આવી રહ્યાં છે. હાર્દિક પટેલના સમર્થનમાં તથા અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવા અને ખેડૂતોના દેવા માફ થાય તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધૂન, હવન અને પ્રતિક ઉપવાસ

પાટીદારો દ્વારા વરાછા વિસ્તારમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સોસાયટીના રહિશો દ્વારા અપાતાં આ કાર્યક્રમમાં સરકારના કાન ખૂલે તે માટે રામધૂન અને સરકારને સદબુધ્ધિ મળે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાટીદારો દ્વારા સાતમ આઠમના તહેવારમાં ડબલ આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં રામધૂન અને પ્રતિક ઉપવાસના પણ આયોજન કરાયાં છે.

લડેંગે તો જીતેંગઃ ધાર્મિક માલવિયા

સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યુ હતું કે, લડેંગે તો જીતેંગેના સુત્ર સાથે આયોજનો થઈ રહ્યાં છે. સરકારને ફરીથી સંગઠનની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. પરંતુ નિર્દય રીતે સરકાર જે રીતે કોઈ જ બાબતમાં સરાહનિય કાર્ય નથી કરી રહી તે જોતાં આંદોલનમાં વધુ સંગઠન અને વધુ શક્તિ સાથે દરેક સમાજે આગળ આવવું પડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker