મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત અને મોરબીને ધમરોળ્યા બાદ મેઘરાજા હવે ઘીમે ધીમે ગુજરાતમાં આગળ વધી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના નવસારી, વલસાડ, અને દિવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય હવામાન વિભાગે આગામી 15 જૂનના રોજ અમદાવાદમાં વરસાદની પણ આગાહી કરી છે.
જો કચ્છની વાત કરવામાં આવે તો, કચ્છ એક એવો પ્રદેશ છે કે જ્યાં આમ પણ વરસાદ મોડો પહોંચે છે અને ઓછો પડે છે. હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ચોમાસાને કચ્છ પહોંચવામાં હજી થોડી વાર લાગશે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, આગામી 5 દિવસ હજી ઉત્તર ગુજરાતમાં વરસાદ નહી પડે. પરંતુ અમદાવાદમાં મેઘરાજાની સવારી આવી પહોંચ્યા બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ શરૂ થતો હોય છે. પરંતુ આ વખતે કંઈક અલગ થવા જઈ રહ્યું છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદારા નગર હવેલી, આણંદ, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવ, પોરબંદર, અમરેલીમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.