અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આટલુ જ નહી હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હવામાન વિભાગે 31 જુલાઇ બાદ રાજ્યભરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યુ છે જ્યા ઓછુ દબાણ સક્રિય થઇ ચુક્યુ છે.
હવામાન વિભાગ અનુસાર 2 તારીખ બાદ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ક્ષેત્રોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે નવસારી, પોરબંદર, વલસાડ અને રાજ્યના અન્ય ભાગમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનની માત્ર 33 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડમાં સૌથી વધુ 33.70 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 20.23 ઇંચ સાથે સૌથી વધુ 35 ટકા, કચ્છમાં 5.27 ઇંચ સાથે 30 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઇંચ સાથે 28.16 ટકા વરસાદ દર્જ કરવામાં આવ્યો છે.