કોરોનાએ અનેક પરિવારોના ઘર વેરવિખેર કર્યા જ્યારે હજુ પણ તેની અસર અટકવાનું નામ લઇ રહી નથી. કોરોનાના અનેક લોકોના ભોગ લેવાની સાથે અનેક લોકોને પોતાના સ્વજનનાં અંતિમ દર્શન કરવાથી પણ રોકેલા છે. આવી જે એક ઘટના રાજકોટમાં બની છે.
રાજકોટમાં આજે લંડનથી આવેલી 22 વર્ષીય યુવતીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેના લીધે યુવતી તેના માતાનું 19 ડિસેમ્બરના અવસાન થતા 21 ડિસેસમ્બરના તેમનાં અંતિમ દર્શન માટે રાજકોટ પહોંચી શકી નહોતી. જ્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની સાથે જ તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા તેણે સીધું હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ મામલામાં ઓમિક્રોનગ્રસ્ત યુવતીના નજીકના એક વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તાજેતરમાં જ 19 ડિસેમ્બરના રોજ તેના માતાનું હાર્ટની બીમારી કારણે અવસાન થયું હતું. તેની બહેનની વાત કરવામાં આવે તો તે છેલ્લા ત્રણ વર્ષથી લંડનમાં ફોરેન્સીક સાયન્સના અભ્યાસ માટે રહે છે તેને માતાના અવસાન અંગેની જાણ કરવામાં આવતા તે ભારત આવવા માટે લંડનથી રવાના થઈ ગઈ હતી.
યુકે હાઈરિસ્ક દેશોની યાદીમાં સામેલ હોવાના કારણે તે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી તો તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટીવ જણાતા તેને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જ્યારે હવે અહીંથી તેનું સેમ્પલ જિનોમ સિક્વેન્સીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું હતું તે દરમિયાન પોઝિટીવ આવતા હવે તેણે 14 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડશે. જ્યારે તેમાં એવી કરુણતા જોવા મળી છે કે, જે કામ માટે યુવતી રાજકોટ આવવા ઈચ્છતી હતી તે શક્ય બન્ય નથી કેમ કે માતાનું અવસાન થતા તે અંતિમ દર્શન માટે રાજકોટ આવવા માટે નીકળી હતી પરંતુ તેનો ટેસ્ટ પોઝિટીવ આવતા માતાના અંતિમ દર્શન પણ કરી શકી નથી. તેની સાથે એ પણ જાણવા મળ્યું છે કે, યુવતીના પિતાનું પણ એપ્રિલમાં કોરોનાના કારણે અવસાન થયું હતું ત્યારે પણ યુવતી તેમનાં અંતિમ દર્શન માટે આવી શકી નહોતી.