જો આ બ્રાન્ડનો પાનમસાલો ખાતા હશો તો લાગશે ચોક્કસ આંચકો, કારણ કે કોર્ટે ગણાવ્યો જોખમી

ઉત્તરાખંડની ચમોલીની ખાદ્યસુરક્ષા કોર્ટે રજનીગંધા પાન મસાલાને અનસેફ બ્રાન્ડ એટલે કે ખાવા માટે અસુરક્ષિત જાહેર કરતા તેનું ઉત્પાદન કરતી કંપની પર ચાર લાખનો દંડ ફટકાર્યો છે. જિલ્લાના ખાદ્ય સુરક્ષા અધિકારીની ફરિયાદ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSS) અતંર્ગત આપવામાં આવેલા આદેશમાં સ્થાનિક સ્તરે આ પાનમસાલા વેચનારા વ્યાપારી ઉપર પણ 15000નો દંડ લગાવવામાં આવ્યો છે.

કોર્ટે આ ચૂકાદો 30મી ઓક્ટોબરે આપ્યો હતો જે હવે સાર્વજનિક કરવામાં આવ્યો છે. 3 વર્ષ પહેલા આ પાનમસાલાના નમૂનામાં રાજકીય ખાદ્ય અને ઔષધિ પ્રયોગશાળા રુદ્રપુર અને પુણેની ખાદ્ય વિશ્લેષક રેફરલ પ્રયોગશાળામાં પ્રતિબંધિત રસાયણ મળી આવતા ખાદ્ય સુરક્ષા અધિકારીએ આ સંબંધે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં રજનીગંધા પાનમસાલામનાં હાનિકારક રસાયણો મેગ્નેશિયમ કાર્બોનેટ અને હાનિકારક રંગ કારમોઈઝીન મળી આવવાને લોક સ્વાસ્થ્ય માટે જોખમી ગણતા આ પાનમસાલાના ઉત્પાદક મેસર્સ ધર્મપાલ સત્યપાલ લિમિટેડ પર ચાર લાખ તથા ચમોલી નગરમાં તેના ઉત્પાદક અને રીટેલર મેસર્સ મેહરવાલ એજન્સી પર 15000નો દંડ લગાવ્યો.

ચમોલી નગરમાં રજનીગંધા બ્રાન્ડનો પાનમસાલો વેચી રહેલા મેસર્સ મેહરવાલ એજન્સીની દુકાનેથી સપ્ટેમ્બર 2014માં આ પાનમસાલાના નમૂના લેવામાં આવ્યાં હતાં. આ નમૂનાને રાજ્યની રુદ્રપુર સ્થિત ખાદ્ય વિશ્લેષણ પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. જ્યાં પાનમસાલાના નમૂના અસુરક્ષિત ધ્યાનમાં આવ્યાં હતાં.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here