રાજસ્થાનઃ 7 મહીનાની બાળકી સાથે રેપ પર ફાંસીની સજા, 73 દિવસમાં ચુકાદો

રાજસ્થાનના અલવરમાં 7 મહિનાની માસુમ સાથે દુષ્કર્મના મામલે દોષીતને ફાંસીની સજા સંભળાવાઇ ચૂકી છે. પોક્સો એક્ટ હેઠળ રાજસ્થાનમાં આ પહેલો મામલો છે, જ્યાં ફાંસીની સજા સંભળાવાઇ હોય.

દૂધપીતી બાળકીની સાથે દુષ્કર્મના આરોપી પિંટૂ ઠાકુરને કોર્ટમાં શનિવારે ફાંસીની સજા સંભળાવાઇ છે.

માત્ર 73 દિવસમાં ચુકાદો સંભળાવતા જજ જગેન્દ્ર અગ્રવાલે કહ્યું કે, જે હજી હસવુ-રડવું જ જાણે છે, તેની સાથે આવું કૃત્ય માનવતાને શર્મસાર કરનાર છે.

જ્યારે તે સમજણી થશે ત્યારે તેને થશે કે ધરતી પર જન્મ લેવો તેના માટે શ્રાપ હતો. જો તેને જેલની સજા પણ આપવામાં આવશે તો ખોટો સંદેશ જશે, એટલા માટે માત્ર મૃત્યુદંડ જ ન્યાયઉચિત છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here